SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યસભાના સદસ્ય હતા. કદાચ ૧૯૬૩-૬૪ની વાત છે. એ વખતે દેશ મયંકર દુષ્કાળની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે દેશ ખાદ્યાન્નના મામલે ખાત્મનિર્ભર ન હતો. દુષ્કાળની વિભીષિકાના કારણે અનાજની ઘેરી સમસ્યા ઊભી થઈ હતી. ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રાજ્યસભામાં સ્પીચ આપી રહ્યા હતા ? ‘આપણા દેશની જનતા ખૂબ સહિષ્ણુ છે. પૂર્વે પણ આપણી જનતાએ આવા અવસરોએ સહિષ્ણુતાનો પરિચય આપ્યો છે, મને વિશ્વાસ છે આજના કપરા સમયે પણ મુશ્કેલીઓનો સામનો સાહસ અને સંયમથી કરશે.’ દિનકરજી મંત્રીનું ભાષણ સાંભળતા રહ્યા પછી ઊભા થઈને બોલ્યા – તડપ રહે ભીષણ સુધાગ્નિ સે જિનકે પ્રાણ અભાગે નિર્દય હૈ દર્શન પરોસતા જો ઉનકે આગે । રોટી દો, મત ઉન્હેં ગીત દો જિનકો ભૂખ લગી હૈ ભૂખો મેં દર્શન ઉભારના છલ હૈ, દગા ઠગ હૈ ।। - જનતા આ તકલીફ કઈ રીતે વેઠશે ? મંત્રીજી ! આપ એટલું જણાવો કે આ અભાગીઓ માટે આપ નક્કર શી કામગીરી કરશો ? અભાવગ્રસ્ત અને ભૂખ્યા માણસની સાથે છળ દગો અને છેતરપિંડી અગાઉથી ચાલી આવે છે, આજે કંઈક વધારે થઈ રહી છે. ભૂખ્યા અને પીડિત માણસને સંયમ, શાંતિ અને સંતોષનો ઉપદેશ આપવો એ નિર્દયતા છે, છળ છે. વિડંબના એ છે કે સત્તા પર બેઠેલા લોકોને એટલી ફુરસદ જ નથી કે તેઓ લોકોની વચ્ચે જઈ વાસ્તવિકતાને સમજે. તેઓ અજાણ છે અથવા તો જાણી જોઈને અજાણ થવાની કોશિશ કરે છે. ગરીબોની અવગણના કરે છે. જનતા વચ્ચે જઈને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ લેવાની એમની હિંમત નથી. જે સમાજમાં જનતાની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ નથી થતી, વસ્ત્ર અને મકાનની વાત છોડીએ, બે ટંક ભોજન મળતું નથી એને સ્વસ્થ સમાજ કે સુશાસન ન કહી શકાય. પ્રશ્ન છે સમાધાન કોણ કરે ? સમાજ કઈ રીતે સારો મને ? કોઈના વશની વાત નથી. કદાચ સરકાર પણ અસમર્થ છે. આ એક અહિંસા વ્યવહારમાં આવે ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy