SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ છબિ સુધારવી પડશે. નૈતિક મૂલ્યોનાં શાસ્ત્રો અને આધ્યાત્મિક ઉન્નતિના શીર્ષસ્થ પુરુષોએ જે દેશમાં જન્મ લીધો છે એ દેશમાં આ મૂલ્યોનું પુનઃસ્થાપન જરૂરી છે. ગુજરાત સરકાર તરફથી હાલમાં જ એક પ્રસ્તાવ આવ્યો છે કે ગુજરાતની જેલોમાં પ્રેક્ષાધ્યાનના પ્રયોગો થાય. એના માટે ગુજરાતમાં પ્રશિક્ષકોને મોકલવામાં આવે. પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષકો ગુજરાત ગયા. ગુજરાતની જેલોમાં તેમણે કેદીઓને પ્રશિક્ષણ આપ્યું. હવે એ કેદીઓ જ પ્રશિક્ષકની ભૂમિકા નિભાવે છે. પરિવર્તન માત્ર વાતોથી કે વ્યાખ્યાનથી નહિ થાય. પરિવર્તન માટે અનિવાર્ય છે પ્રયોગ. આપણે સહુ પ્રયોગની દિશામાં ગતિ કરીએ. પ્રયોગધમાં બનીએ. પ્રયોગને વ્યાપક બનાવીએ. આંતર-બાહ્ય પરિવર્તન માટે પ્રયોગ જરૂરી છે. વ્યક્તિમાં પરિવર્તન આવશે તો સમાજમાં સહજ રીતે પરિવર્તન આવશે. પ્રયોગનું પરિણામ આ રીતે વ્યાપક પરિવર્તન રૂપે આવશે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર એ ક્રમમાં પરિવર્તનની એક ધરી રચાશે. અહિંસા પ્રશિક્ષણ, શિક્ષણમાં જીવનવિજ્ઞાનનો પાઠ્યક્રમ વગેરે પ્રયોગલક્ષી કાર્યક્રમો, કાર્યશિબિરો દ્વારા આપણે સમાજ સંરચના કરવાની છે. ચારિત્ર્યશીલ માનવનું નિર્માણ કરવા માટે નિરંતર પ્રયોગને ગતિશીલ બનાવીએ. ૨૧ જૂન ૧૫૬ મહાપ્રજ્ઞ વાણી -૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy