________________
પ્રશિક્ષણનું કામ થવું જોઈએ, જેનાથી મનુષ્યની હિંસક વૃત્તિ ઓછી થાય. હિંસાની વૃત્તિ વધવાનું મુખ્ય કારણ એ છે કે અર્થ કેન્દ્રમાં છે અને ચેતનાનું મૂલ્ય ઘટી ગયું. થવું એમ જોઈએ કે કેન્દ્રમાં ચેતના રહે અને પરિધિમાં અર્થ, પણ થયું ઊલટું અને પરિણામ પણ ઊલટું આવ્યું.
ચેતના કેન્દ્રમાં કેમ આવે? એને શક્ય બનાવે છે અહિંસાનું પ્રશિક્ષણ. આપણા મસ્તિષ્કમાં બે પ્રકારની શક્તિઓ છે - માનવીય અને પાશવિકટ બને બરાબર કામ કરે છે, પણ જે વધારે વિકસિત થાય છે આપણો વ્યવહાર અને કાર્ય પણ એને અનુરૂપ હોય છે. એ આપણી પર નિર્ભર છે કે આપણે બંનેમાંથી કોને જાગૃત કરીએ. ક્રોધની ઉત્તેજનાના પ્રકોઇ પણ મસ્તિષ્કમાં છે અને ક્રોધના નિયંત્રણના પ્રકોઇ પણ આપણા મસ્તિષ્કમાં શોધવાના છે.
વર્તમાનમાં જે કેળવણી આપવામાં આવે છે એમાં શિક્ષણના શુભતત્ત્વોને પ્રગટ કરવાની કેળવણી મળતી નથી, એટલે એ સુષુપ્ત છે અને મસ્તિષ્કના એ પ્રકોઇ જે શીધ્ર ઉત્તેજના અને આવેશને પ્રગટ કરે છે, સક્રિય થાય છે. આપણે સમાજવ્યવસ્થા અને અવસ્થાનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીશું તો જણાશે કે સૂક્ષ્મતાનો ગ્રાફ ધીરે ધીરે નીચે ઉતરતો જાય છે. એક નાનું બાળક પણ માતાપિતાની વાતને સહન કરી શકતું નથી. ગુરુ દ્રોણ અને અર્જુન જેવા ગુરુ-શિષ્યની પરંપરા તો હવે લુપ્ત થઈ ગઈ છે. કદી રામ અને ભરત જેવા ભાઈઓનાં ઉદાહરણ અને આદર્શ આપણે ત્યાં હતાં આજે પરસ્પર પ્રતિસ્પર્ધા છે. બે ભાઈઓની મુલાકાત અદાલતોમાં થાય છે. મસ્તિષ્કના એ પ્રકોઇ, જે આપણા ભાવાત્મક વિકાસ માટે જવાબદાર છે, શિક્ષણમાં તેના સમાવેશની કોઈ વ્યવસ્થા નથી. બૌદ્ધિક વિકાસ તો થાય છે પણ ભાવાત્મક વિકાસની ઉપેક્ષા થાય છે. વર્તમાનમાં જેટલો બૌદ્ધિક અને યાંત્રિક વિકાસ થયો છે, અતીતમાં કદાચ એટલો નથી થયો. નિકટના અતીતમાં આટલો યાંત્રિક વિકાસ નથી થયો. એની સમાંતરે ભાવાત્મક વિકાસ પણ થયો હોત તો યાંત્રિક વિકાસ માણસને અંકુશમાં ન લઈ શક્યો હોત. મનુસ્મૃતિમાં કહ્યું છે: “દશક ધર્મલક્ષણમ્'. ઉમાસ્વામીએ પણ ઉત્તમ દસ ધર્મની વાત કરી. ઇસાઈ અને બીજા ધર્મગ્રંથોમાં પણ સહિષ્ણુતા
શિક્ષાપત્રિપદી જીવન વિજ્ઞાન
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org