________________
સાંભળેલું કશું કામ નહિ આવે. પ્રવચન સાંભળવું એ સમય બરબાદ કરવા જેવું થશે.
અહંનો વિલય બહુ મોટી વાત છે પણ મુશ્કેલી એ છે કે અહંકાર વ્યક્તિની સાથે જોડાયેલો છે. એ વ્યક્તિની અંદર બેઠો છે. અહંકારનો વિલય કઠિન છે. આપણી સંસ્કૃતિમાં અભિવાદન તરીકે સાષ્ટાંગ પ્રણામની જે રીત છે એ કદાચ દુનિયાની કોઈ સંસ્કૃતિમાં નહિ મળે. એનો પ્રયોગ કેમ થયો અભિવાદનમાં ? એટલા માટે કે માથું ઉત્તમાંગ છે. બધા અંગોમાં ઉત્તમ અંગ છે આપણું માથું અને લલાટ. માથું બધી વિદ્યાઓ, કલાઓનું કેન્દ્ર છે, ઉદ્ગમ સ્થળ છે. માથું નમાવવું અઘરું કામ છે. કોઈના પગમાં લલાટ ટેકવવું એ વધારે મુશ્કેલ છે. કોઈ મહાપુરુષ પાસે જવાનું થાય ત્યારે અહંકારનો વિલય કરીને જવાય. જો કે અમારા માટે આ એક સમસ્યા છે. અમે લોકોના ઝુકાવ-આદરથી બચવાનો પ્રયાસ કરીએ છીએ. રાજસ્થાનના એક પ્રસિદ્ધ જ્યોતિર્વિદ પ્રતાપજી ચૌહાણે એક વખત આચાર્ય તુલસી અને મને કહ્યું હતું કે આપ એક વાતનું ધ્યાન રાખો કે કોઈ આપના ચરણસ્પર્શ ન કરે.
અમે યથાસંભવ બચવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં લોકો માનતા નથી. ચરણસ્પર્શ કરી લે છે. માથું ટેકવવું અવિલયનો બહુ મોટો પ્રયોગ છે. સમર્પણનું પ્રતીક છે. મુગલ સમ્રાટ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે લાંબો સમય સંઘર્ષ રહ્યો. અકબર મહારાણા પ્રતાપના સ્વાભિમાનથી પરિચિત અને બહાદુરીનો પ્રશંસક. છેવટે તેણે મહારાણાને પ્રસ્તાવ મોકલ્યો કે આપ આપનું રાજ્ય કરો. મને કોઈ વાંધો નથી. હું તો માત્ર એટલું ઇચ્છું છું કે એક વખત આપ માથું નમાવી મને બાદશાહ તરીકે સ્વીકારો. પણ મહારાજાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન અકબરની આ ઇચ્છા ક્યારેય પૂરી કરી નહીં. મહેલ છોડ્યો, જંગલમાં ભટકવાનું થયું. લૂખી, સૂકી રોટી ખાધી, પણ કોઈની આગળ માથું નમાવ્યું નહિ.
અહીં માથું નમાવવાનો અર્થ છે કે માથું નમે ત્યાગ, તપસ્યા અને સંયમની સામે. ધન, બળ, અને ઐશ્વર્યની સામે માથું ન નમે. બધો અહંકાર તો ધન અને
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
મહપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org