________________
યમરાજાએ ત્યાંના બે હજાર માણસોને મારવા માટે મને આદેશ આપ્યો છે.'
તત્ત્વવેત્તાએ મૃત્યુને અટલ નિયમ માની મૌન સાધી લીધું. મહામારીએ શાંઘાઈમાં પ્રવેશ કર્યો અને ત્યાં પાંચ દિવસ રહી એક દિવસ સંતે જોયું કે એ જ મહામારી ઘોડા પર સવાર થઈને જઈ રહી છે. તેઓ એને ઓળખી ગયા. બોલ્યા, “મને એવી આશા નહોતી કે તું અસત્ય બોલીશ તે તો બે હજાર કહ્યા હતા પણ શાંઘાઈમાં તો પાંચ હજાર માણસો મૃત્યુ પામ્યા છે.”
મૃત્યુએ જવાબ આપ્યો, “મેં તો આજ્ઞાનુસાર બે હજારને જ માર્યા છે, ત્રણ હજાર તો ભય અને ગભરાટથી મરી ગયા છે. એમાં મારો શો દોષ?”
લોકો નામથી ડરે છે. કોઈને ડૉક્ટર એમ કહે કે તમને કેન્સર કે એઈસ થયો છે તો પેલો તરત અધમૂઓ થઈ જશે. જીવનની આશા તત્કાળ ખલાસ થઈ જશે. જે ડરતો નથી એ બીમારી પર પચાસ ટકા નિયંત્રણ મેળવી લે છે. મહાવીરે એટલે જ કહ્યું છે કે, “મા ભૂતવ્યં” – ડરો નહિ. ઉપનિષદમાં પણ કહેવાયું છે: “મા મૈષી - ડરો નહિ. અધ્યાત્મના ઘણા ઉદ્ઘોષકએ, આચાર્યોએ કહ્યું છે – ડરો નહિ, - પણ દુનિયામાં ડરવાનો એટલો સામાન છે, બલકે એમ કહીએ કે માણસના મનમાં ભય ઉત્પન્ન કરનાર એટલા કારકો-કારણો છે કે એ ભયથી મુક્તિ મેળવી શકતો નથી. દરેક ક્ષણે મનમાં ભય સમાયેલો રહે છે. ધનવાનને નિર્ધન થવાનો ડર. કર્મચારીને ઉપરી અધિકારીનો ડર. નેતાને ચૂંટણી હારવાનો ડર, મંત્રીને ખુરશી છિનવાઈ જવાનો ડર, ભયભીત બધા લોકો છે. મોટા મોટા માફિયાઓ પણ સુરક્ષા કમાન્ડો વગર નીકળ્યા નથી. મનમાં ભય રહે છે કે આટલી બધી સુરક્ષાને ભેદીને હરીફ ટોળકી હુમલો ન કરી દે.
માણસ એટલો ડરે છે કેમ? એટલે કે એનું મનોબળ કમજોર છે. મનોબળ એટલે કમજોર છે, કારણ કે નૈતિકતા નથી, આચરણ શુદ્ધ નથી, એનું મનોબળ સ્વાભાવિક રીતે કમજોર થઈ જશે. એ પછી ડગલે ને પગલે ડરતો જ રહેશે. અમે એક સંન્યાસીને પૂછ્યું, “આપને આટલી સુરક્ષાની શી જરૂર? આપ તો સંન્યાસી છે.” આયુર્વેદનાં ચાર આર્ય સત્ય (૨)
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org