________________
૧૨ શિક્ષણ સમસ્યા કેમ ?
પ્રાચીન સાહિત્યમાં કથન છે - ગામાણુગામે દુઇજ઼માણે – એક ગામથી બીજા ગામ મુનિ વિહાર કરે અને પ્રવચન કરે. લાંબા સમયથી અમારો આ ક્રમ-ઉપક્રમ ચાલુ છે. પગપાળા એક ગામથી બીજા ગામે જઈ રહ્યાં છીએ. જયપુરથી માનેસર પહોંચ્યા. રસ્તામાં ખબર નથી કેટલાં ગામ આવ્યાં ?! યાત્રામાં અધ્યયન કરવાનો મોકો બરાબર મળે છે. એક ગામથી બીજા ગામની યાત્રા દરમિયાન અધ્યયન કરવાનો અનુભવ મને એક જગ્યાએ બેસીને થતા અધ્યયન કરતાં શ્રેષ્ઠ જણાયો છે. જનતાનો સંપર્ક, જનતાની સમસ્યા અને એમની પાસેથી પ્રાપ્ત થતો અનુભવ ખૂબ કામ લાગે છે.
પ્રશ્ન થાય કે રસ્તામાં આટલાં બધાં ગામ આવ્યાં. એમાં કયું ગામ સારું? આ એક મુશ્કેલ પ્રશ્ન છે પણ એનો જવાબ લાક્ષણિક રીતે આપી શકાય. આચાર્ય ભિક્ષુની પાસે એક વ્યક્તિએ આવીને પૂછ્યું, “આપની પાસે ઘણાં સાધુ છે એમાં કયા સાધુ ઉત્તમ છે?
આચાર્ય ભિક્ષુએ કહ્યું, કોઈને સાધુ કે કોઈને અસાધુ કહેવાનું કામ મારું નથી. હું તમને સાચા સાધુનાં લક્ષણ જણાવી શકું. તમે પોતે નિર્ણય કરી શકો કે કોણ સારું નથી, કોણ સારું છે? એમ કહી આચાર્ય ભિક્ષુએ સાધુનાં લક્ષણ
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧0૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org