________________
થાય. સદ્દભાગ્યે સૂચના પાઠવતી વખતે બહુ ઓછા સમયમાં વ્યવસ્થા થઈ શકી અને પંદર જેટલા મુખ્ય ધર્મગુરુઓ કાર્યક્રમમાં પહોંચ્યા એમાં હિંદુધર્મના મોટા સંન્યાસી હતા, મુસ્લિમ ધર્મગુરુ હતા, દાઉદી વહોરા કોમના સૈયદના સાહેબ હતા. શીખ સમાજના સંત, પારસી અને ઇસાઈ સમાજના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત હતા. બે દિવસ આ ધર્મસંસદ ચાલી. ગહન વિચાર-વિમર્શ થયો અને એકવીસમી સદી માટે કરવા યોગ્ય કાર્યોનો એજન્ડા તૈયાર થયો. જેને “સૂરત સ્પિરિચ્યુંઅલ ડેકલેરેશન' નામ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિજીએ આ એજન્ડાનું લોકાર્પણ કર્યું. એકવીસમી સદીનો ભારતીય સમાજ કેવો હોય ? દેશનું માળખું કેવું હોય? એનો સમગ્રલક્ષી સમાવેશ આ ડેકલેરેશનમાં છે. આ ઘોષણાપત્ર પર કામગીરી શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમને ગતિ આપવાનો ઉદ્દેશ જ અમારા દિલ્હી પ્રવાસનું મુખ્ય કારણ છે.
ઉદયપુરના પ્રતાપસિંહ મુરડિયા આદિ શ્રાવકો અત્રે આવ્યા છે. એમણે કહ્યું, ‘ઉદયપુર આપની પ્રતીક્ષા કરે છે.' - વાત સાચી છે. ચાતુર્માસ ઉદયપુરને મળેલ. આપણે ત્યાં એક વખત થઈ ગયેલી ઘોષણાને બદલવામાં આવતી નથી પણ એક રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાને સામે રાખી પૂર્વ ઘોષણામાં પરિવર્તન જરૂરી થઈ ગયું. ક્યુરેકની ગતિવિધિઓને આગળ વધારવા અને એને સમ્યફ રીતે સંચાલિત કરવા દિલ્હી આવવાનું જરૂરી જણાવ્યું. સન ૨૦૨૦ સુધી હિન્દુસ્તાન દુનિયાનું મુખ્ય રાષ્ટ્ર બને, રાષ્ટ્રપતિજીના આ સપનાને સાકાર કરવામાં અમારું જે કાંઈ યત્કિંચિત યોગદાન આપી શકાય, તે આપવા જ અમે દિલ્હીનો પ્રવાસ નિર્ધારિત કર્યો છે.
ઉપદેશ તો ખૂબ અપાયો છે. દેશના ખૂણે-ખૂણે પ્રવચન અને ઉપદેશ થઈ રહ્યા છે. ધર્મસ્થાનોમાં ખૂબ ભીડ છે. માત્ર પ્રવચનોથી કાંઈ થવાનું નથી. સાર્થક પરિણામ માટે પ્રયોગ અનિવાર્ય છે. માત્ર અનુકરણ ફળદાયી નહીં નીવડે. એનાથી ક્યારેક - ક્યારેક લાભને બદલે નુકસાન થાય છે.
રાજસ્થાનના એક માણસે પોતાનો મોટા ભાગનો સમય શહેરમાં નોકરીમાં જ પસાર કર્યો હતો. એને ખેતી વિષે કશી ગતાગમ ન હતી. એણે ગોળ ૧૩૬
મહાડા વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org