________________
ક્ષિતિજે લઈ જઈ શકાય. જૈનોમાં ઘણા સંપ્રદાય છે, પણ જૈનદર્શનમાં સંપ્રદાયની કોઈ વાત નથી. અનેકાન્ત દર્શન શક્તિનું પ્રતિપાદક છે, સમન્વયનું મંત્રદાતા છે. દર્શનમાં સંપ્રદાયની વાત નથી. આગમમાં પંદર પ્રકારના સિદ્ધ બતાવ્યા છે. એમાં એક છે અન્ય લિંગ સિદ્ધિ. અન્ય લિંગમાં પણ કોઈ સિદ્ધ હોઈ શકે છે, મુક્ત હોઈ શકે છે. માત્ર જૈનોમાં જ નહિ, અન્ય લિંગમાં પણ કોઈ સિદ્ધ-મુક્ત હોઈ શકે છે. ગૃહસ્થ જીવનમાં પણ કોઈ સિદ્ધ હોઈ શકે છે. આટલો ઉદાર અને વ્યાપક દૃષ્ટિકોણ એક સંન્યાસીની આત્માશુદ્ધિ પામતા-પામતા સિદ્ધિ અને મુક્તિને વરે છે. વીતરાગપણું પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધિ-મુક્તિ કોઈ ખાસ વેશધારીને પ્રાપ્ત થાય એવું નથી. શ્વેત વસ્ત્રધારી કે ભગવાધારીને ત્યાં ભેદ નથી. આવો વ્યાપક દૃષ્ટિકોણ આપ્યો ભગવાન મહાવીરે. અગર આ દૃષ્ટિકોણ આપણે વ્યાપક સ્તર પર પ્રસ્તુત કરી શકીએ તો માનવજાતિના કલ્યાણમાં ખૂબ સહાયભૂત બની શકીએ.
મેં અનેકાન્તનો પ્રયોગ કરી જોયો છે. ગુજરાતમાં મુશ્કેલ સમયમાં, ગોધરાના બનાવ પછી હિંસા ફાટી નીકળી ત્યારે, શાંતિ સ્થાપનમાં અનેકાન્તનો પ્રયોગ કર્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ અહિંસાયાત્રા દરમિયાન અનેકાન્ત પ્રયોગ થયા છે. રાજસ્થાનમાં તો લાંબા સમયથી આ પ્રયોગ ચાલે છે. વિવિધ સમસ્યાઓના સમાધાનમાં, સંઘર્ષમાં અનેકાન્ત દર્શને લોકોને દિશા આપી છે, માર્ગદર્શન આપ્યું છે. વ્યવહારમાં અનેકાન્તનું આચરણ લોકોને સમ્યક્ વિવેક શીખવે છે.
હું ઇચ્છું છું કે જૈનો અનેકાન્ત દર્શન દ્વારા વર્તમાનની સમસ્યાઓને સુલઝાવવામાં પોતાની શક્તિનું નિયોજન કરે. આપણે આ બાબતમાં ક્યાં પાછળ પડીએ છીએ તેનો વિચાર કરીએ. આજે હું સિદ્ધાંત ક્ષેત્રમાં આવ્યો છું. અહીં ધ્યાન, સ્વાધ્યાય, સાધનાનો વિશિષ્ટ ઉપક્રમ ચાલી રહ્યો છે, એ જાણીને અમને ખૂબ પ્રસન્નતા થઈ છે. અમે જે કહ્યું તેની ક્રિયાન્વિતિમાં આ સંસ્થાન પોતાની પ્રભાવક ભૂમિકા ભજવી શકે છે. આજે તો ધર્મના ક્ષેત્રમાં પણ સર્ટિફિકેટની વાતો થાય છે.
જૈનદર્શન અને અનેકાન્ત
Jain Education International
For Private & Personal Use Only
૧૨૩
www.jainelibrary.org