________________
રીતે જાગૃત કરી શકાય છે તો મોટો ચમત્કાર થઈ શકે. પણ એમ થતું નથી કારણ કે આપણી ઈચ્છા અને આપણો વ્યવહાર લોભ જેવી બાબતો દ્વારા આપણું મસ્તિષ્ક દોરવાય છે. જ્યાં સુધી લોભ અને મોહ દ્વારા આપણું મસ્તિષ્ક દોરવાય છે ત્યાં સુધી શક્તિનો વિકાસ થઈ શકતો નથી.
આજે એમ મનાય છે કે જેની પાસે વધારે ધન છે એ સુખી છે. એ વાતનું પૂર્ણ ખંડન કરવાની મારી ઇચ્છા નથી કારણ કે જેમની પાસે ધનનો અભાવ છે તે દુઃખી છે. જેની પાસે ધન નથી તે અભાવના કારણે દુઃખી છે અને જેની પાસે ધન છે તે ભાવના કારણે દુઃખી છે. એક વચલો રસ્તો શોધવામાં આવે તો સામાજિક વ્યવહાર ખૂબ સારો થઈ શકે છે. ન તો અભાવ સ્થિતિ, ન અતિભાવની સ્થિતિ, બંને સ્થિતિ ઇચ્છનીય નથી, ન ધનનો અભાવ, ન ધનનો પ્રભાવ, આવી સ્થિતિ બને તો એક સંતુલન નિર્માણ થાય. પણ પ્રયોગ અને મસ્તિષ્કિય પ્રશિક્ષણ વગર આ વાત સંભવ નથી, સમજી શકાતી નથી.
સંગ્રહ વ્યક્તિને સમાજમાં ઊંચું સ્થાન આપે છે, એના અહંકારને પુષ્ટ કરે છે. ઊંચા અને પ્રથમકોટિના માણસ હોવાની વાત માણસના અહમને એટલી હદે પોષે છે કે બધી સમસ્યાઓને એ ભૂલાવી દે છે. મોટા બનવાની આ ભૂખ બીજા લોકોમાં પણ પ્રતિસ્પર્ધાને જન્મ આપે છે. લોકો પ્રથમ નંબરની દોડમાં સામેલ થઈ જાય છે.
મને દઢ વિશ્વાસ છે કે કોઈ પણ સંગ્રહ બીજાના શોષણ વગર ન થાય. માત્ર બૌદ્ધિકતાના આધારે સંગ્રહ ન થાય. બુદ્ધિનો ઉપયોગ માણસ બીજાના હક અને અધિકાર છીનવવાની દિશામાં કરે છે ત્યારે વિશાળ સંગ્રહની કલ્પના સાકાર થઈ શકે છે. આ પ્રશ્ન નૈતિકતા અને અનૈતિકતા સાથે પણ સંબંધ ધરાવે છે. જે માણસ એમ વિચારે કે મારા દ્વારા કોઈ એવું કાર્યન થાય, જેનાથી બીજાનાં હિત અને અધિકારોનું અતિક્રમણ થાય, એ પક્ષનૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ ભોગે મારું કામ થઈ જવું જોઈએ એમ વિચારનાર અનૈતિક છે. કોઈ પણ ભોગે ધનપ્રાપ્તિ કરવી એમ વિચારનારની સંખ્યા આજે બહુમતિમાં છે. આજે આર્થિક જગતમાં ઘણી અરાજકતા છે. એમ પણ કહી શકાય કે ધન માટે સંગ્રહ મૌલિક મનોવૃત્તિ
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org