________________
દુનિયામાં સહુથી મોટી બીમારી છે ભૂખ. ભૂખ એટલે જઠરાગ્નિની પીડા. શરીરની બીજી વ્યાધિઓ દવાથી ઠીક થાય છે, પણ આ બીમારી જીવનના પ્રારંભથી લઈને અંત સુધી મટતી નથી. આ બીમારીની દવા છે ભોજન. એને વખતોવખત ભોજનરૂપી દવા મળવી જોઈએ. આ દવાનું વારંવાર સેવન કરવું પડે છે. એક માણસ દિવસમાં ત્રણ વખત, ચાર વખત અને અમુક તો ઘણી વખત ભોજન કરે છે. કાંઈને કાંઈ ખાય છે. જ્યારે એક બીજો માણસ એવો પણ હોય છે જેને એક ટંક પણ ખાવાનું મળતું નથી. જરા વિચારીએ તો શું જીવન હશે આ લોકોનું ! એટલે જ વિચારકોએ ભૂખને પણ રોગ કહેલ છે. આ રોગ સંપત્તિ કે ધનના અભાવમાં થાય છે.
ઘણા સમય પહેલાની વાત છે. દિલ્હી પ્રવાસમાં એક વખત ડો. રામમનોહર લોહિયા આચાર્યશ્રીને મળવા આવ્યા. એમણે કહ્યું, “આચાર્યજી ! આપ કૃપા કરી મુનિ નથમલજીને એક વખત મારા ગામમાં મોકલો. હું એમને બતાવવા ઇચ્છું છું કે ગામડાંની સ્થિતિ શું છે? કેવી વિકટ પરિસ્થિતિઓમાં માણસ જીવે છે? દેશના નેતાઓ દેશની જે તસવીર સમાચારપત્રો અને મીડિયાના માધ્યમથી પ્રસ્તુત કરે છે એ સાચી નથી. વાસ્તવિક્તા એનાથી સર્વથા જુદી છે. હું એ જણાવીશ કે દેશની મોટા ભાગની વસતી કેવી દયનીય સ્થિતિમાં જીવે છે?'
એ વખતે ડૉ. લોહિયાની ભાવના પૂરી ન થઈ શકી. આચાર્યશ્રીની ઇચ્છા હોવા છતાં પણ એમ ન થઈ શક્યું. એક મહાપુરુષની ઈચ્છા અધૂરી કેમ રહે? અહિંસાયાત્રામાં મેં આ ગામડાની સ્થિતિઓનું ઊંડાણથી અધ્યયન કર્યું. ડૉ. લોહિયા જે કહેતા હતા તે સાચી વાત છે. ચાલીસ-પિસ્તાલીસ વર્ષ પછી આજે આ સ્થિતિ છે તો એ વખતે લોકોની શી હાલત રહી હશે એનું અનુમાન પણ નથી લગાવી શકાતું.
સંપત્તિ પણ સુખી જીવનનું લક્ષણ છે. જેની પાસે સંપત્તિ નથી, જે ગરીબ છે એ સુખી જીવન જીવી શકતા નથી. ધાર્મિક લોકો અને અધ્યાત્મના લોકો ક્યારેક ધનની ટીકા કરે છે. ધનને દુર્ગુણોનું મૂળ જણાવે છે. અમે ક્યારેય એમ
૧૯૪
મતપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org