SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જમીનને કોઈ પૂછે કે તું રાજસ્થાનની છો કે હરિયાણાની? અગર એ બોલી શકતી હોત તો કહેત કે ન રાજસ્થાનની છું, ન હરિયાણાની છું. હું તો સહુની છું. વિભાજન કે ભેદનીતિ આપણા મસ્તિષ્કનું કારણ છે. જેના માટે આખી પૃથ્વી કુટુંબ છે, એના માટે ભૂમિની સીમા કે સરહદ માન્ય નથી. ભૂમિ કે જમીન તો બદલાઈ ગઈ, માણસ બદલાયો કે નથી બદલાયો? અગર એમ હોય તો રાજસ્થાનનો માણસ ખરાબ અને હરિયાણાનો માણસ જાણે દેવતા છે તો અમે સમજીશું કે અમે કોઈ જુદા પ્રદેશમાં આવ્યા છીએ. ભૂમિ શબ્દ છોડીને જયારે આપણે નૈતિકતાને માનદંડ બનાવીએ ત્યારે જણાય કે બંને પ્રાંતોમાં કોઈ ફરક નથી. સારા અને ખરાબ માણસો બંને પ્રાંતોમાં લગભગ સરખા છે. વસ્તીમાં ફરક હોઈ શકે, માનવની પ્રકૃતિમાં કોઈ ફરક નથી. થોડા સારા માણસો, થોડા ખરાબ માણસો, બંને પ્રદેશોમાં લગભગ બરાબર છે. આપણી સામે સહુથી મોટો પ્રશ્ન એ છે કે માણસ કઈ રીતે બદલાય? વર્તમાનમાં માનવીના સંવેગોને મોકળું મેદાન મળ્યું છે. સંવેગો – આવેગો ખૂબ પ્રબળ થઈ ગયા છે કે કાંઈ કહી શકાતું નથી. અગાઉ પણ હિંસા અને અપરાધ થતા હતા, પણ આજે તેમાં એટલો વધારો થયો છે કે અખબારોનાં ઘણાં પૃષ્ઠો હિંસાના સમાચારથી જ ભરેલાં હોય છે. ધરતી - જમીનમાં બહુ ફરક નથી. માટીનો રંગ જુદો હોય છે પણ નૈતિકતા-અનૈતિકતાના મામલે પણ બહુ ફરક નથી. વેશભૂષા અને ભાષા જુદી પણ સ્વભાવ?! સ્વભાવમાં પરિવર્તન એ ખૂબ જટિલ પ્રશ્ન છે. ઇચ્છા અને આકાંક્ષાઓ એટલી વધી ગઈ છે કે સહુ પ્રથમ નંબરની દોડમાં સામેલ થઈ ગયા છે. પ્રથમ નંબરનો અધિકારી, પ્રથમ નંબરનો ધનવાન, પ્રથમ નંબરનો નેતા, પ્રથમ નંબરનો માફિયા. કોઈ ડાકુ પર એક લાખનું ઇનામ ઘોષિત થાય તો તેની પ્રતિસ્પર્ધી ટોળી એવો પ્રયત્ન કરશે, એવી લૂંટફાટ મચાવશે કે એમને માથે દોઢ લાખનું ઈનામ ઘોષિત થાય. એક નંબર મેળવવાની રેસ ખૂબ વિચિત્ર છે. અમે અહીં આવ્યા તો હરિયાણાના લોકોએ અમારું ભવ્ય સ્વાગત કર્યું. આ સ્વાગત અને અભિનંદનનું કામ ખૂબ સરળ છે. સરળ કામમાં માણસની મહાપ્રજ્ઞ વાણી - ૬ ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy