SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સહુથી મુશ્કેલ કાર્ય ૯ સહુથી મુશ્કેલ કાર્ય આજે અમે શાજહાંપુરથી નીકળ્યા અને હરિયાણા પહોંચી ગયા. સાધનથી ચાલતી વખતે પણ ધ્યાનનો પ્રયોગ ચાલુ હતો. મને ખબર પણ ન રહી કે ક્યારે રાજસ્થાન છૂટી ગયું અને હરિયાણા આવી ગયું. સહયાત્રીઓએ બતાવ્યું કે આપણે હરિયાણામાં પ્રવેશી ચૂક્યા છીએ. અમે સહુને છૂટા પાડ્યા. ભૂમિ અખંડ હોય છે પણ ટુકડા કરી એને હરિયાણા, રાજસ્થાન, પંજાબ, દિલ્હી એવું નામ આપી દેવામાં આવેછે. એક કિલોમીટર પહેલાં રાજસ્થાનમાં હતા, હવે હરિયાણામાં છીએ, ફરક શો પડે છે. ભૂમિ તો એ જ છે, અવિભાજિત, પછી સ્થાનનું નામ બદલી નાખવાથી શું થાય ? અવધારણા અને સીમા આપણા મસ્તિષ્કની દેણ છે. અહીંથી રાજસ્થાનની સીમા અને ત્યાંથી હરિયાણાની સીમા, આપણા વિચારો, માન્યતાઓ અને અવધારણાઓના કારણ છે. માણસને આવાં કામોમાં સીમાબદ્ધ થવામાં રસ છે પણ જ્યાં સીમા કરવાની છે, ત્યાં કોઈ સીમા સ્વીકારતું નથી. ધન કમાવવાની બાબતમાં કોઈ મર્યાદાની પાળ બાંધતું નથી. ઉપભોગના મામલે કોઈ સીમા બાંધતું નથી. અધિકારની પણ કોઈ સીમા નથી. ઇચ્છા પણ અમર્યાદ છે. પણ પોતાનાપારકાની વાત હોય તો એવી સીમારેખા ખેંચાય છે કે આ મારું છે, આ તમારું છે. Jain Education International For Private & Personal Use Only ૫ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy