________________
રવિશંકર મહારાજ ગુજરાતના પ્રસિદ્ધ સમાજસેવક અને ગાંધીજીના અનુયાયી. અખિલ ભારતીય અણુવ્રત સમિતિના અધ્યક્ષ પણ હતા. આચાર્ય તુલસી પ્રત્યે એમની ખૂબ શ્રદ્ધા. એક વખત પોતાનું એક સંસ્મરણ તેમણે જણાવ્યું. એક વખત ગુજરાતના શ્રમિકો પાસે રવિશંકર મહારાજને જવાનું થયું. શ્રમિકોએ કહ્યું, ‘અમારી આર્થિક સ્થિતિ ખૂબ કમજોર છે.અમને જે વેતન મળે છે તેનાથી મહામુશ્કેલીએ જીવન ગુજારો થાય છે. આપનો પ્રભાવ તો છેક સુધી છે. સરકાર આપની વાત પર ધ્યાન આપશે. મહેરબાની કરી અમારું વેતન વધે તેવા પ્રયાસ કરો.'
રવિશંકર મહારાજે કહ્યું, ‘વેતન વધે કે ન વધે પણ તમારી બચત વધારવાની તરકીબ છે. આપ લોકો અગર મારી વાત માનશો તો નક્કી આપની આવક વધી જશે.’
શ્રમિકોને મહારાજની તરકીબમાં રસ પડ્યો. મહારાજે જણાવ્યું કે આપ બીડી અને દારૂના વ્યસન પાછળ જે નાણાં વેડફો છો તે રકમ બચાવવાનું શરૂ કરી દો. દરેક વ્યસન પાછળ ખર્ચાતા નાણાંની રકમ કાંઈ નાની નથી. શ્રમિકોએ કહ્યું, ‘હા, બધાં મળી ત્રણસો રૂપિયા જેટલું મહિને ખર્ચ થઈ જાય છે.’
મહારાજે કહ્યું કે, ‘આજથી વ્યસનોને તિલાંજલી આપો તો તમારું વેતન ત્રણસો રૂપિયા વધી ગયું ગણાય.'
ઘણા શ્રમિકો, ખેતમજૂરો પોતાની પરસેવાની કમાણીનો એક મોટો હિસ્સો વ્યસનો પાછળ વેડફે છે. આવી કુટેવોથી મુક્ત થવાનું છે. આપણે સુખી જીવનનાં કારણો શોધવાના છે. એ કારણો આપણી અંદર છે. મનોમંથન, આત્મમંથનની જરૂર છે તો બહુ મોટું કલ્યાણકારક સમાધાન મળશે. જ્યાં સુધી આપણી ભીતર નહીં જોઈએ ત્યાં સુધી આપણી ક્ષમતાનો ખ્યાલ નહીં આવે. સમ્યક્ જ્ઞાન અને દર્શનનો પ્રયોગ થાય તો બહુ મોટું પરિવર્તન આવી શકે છે.
૫ જૂન
૪૦
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org