________________
રાવણે કહ્યું, “ચરિત્રની તો મારે ત્યાં કોઈ શાળા નથી.”
“તો પછી આ બધી શાળાઓનો કોઈ અર્થ નથી. નારદે તો બેધડક કહી દિીધું.
જ્યાં ચરિત્રની શાળા નથી હોતી, આચરણનું જ્યાં કોઈ મૂલ્ય નથી હોતું, ત્યાં કોઈ પ્રગતિ થાય તો પણ તે હાનિકારક હોય છે. આઝાદી બાદ શિક્ષણ ક્ષેત્રે સરકારે કોઠારી આયોગનું ગઠન કર્યું. આયોગના સચિવ કે. પી. નાઈક આચાર્યવર અને મારી પાસે શિક્ષણ વિષે વિચાર-વિમર્શ કરવા ઘણી વાર આવતા હતા. એમના પછી ડૉ. ઝાકિર હુસૈન જે રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે મહાન શિક્ષણવિદ્ પણ હતા. એમની સાથે પણ વિચાર-વિમર્શ થતો. આ રીતે કોઠારી આયોગ, મુદાલિયર આયોગ, ડૉ. રાધાકૃષ્ણન આયોગ સર્વએ શિક્ષણના સંદર્ભમાં નૈતિક મૂલ્યોના સમાવેશની વાતને માન્ય કરી. સમયાંતર પછી પ્રેક્ષાધ્યાન પદ્ધતિની શરૂઆત થઈ, અને આખા દેશમાં શિબિરની શરૂઆત થઈ તો અણુવ્રતને વધારે વ્યાપકતા મળી. અણુવ્રત માણસમાં પરિવર્તન લાવવાની દૃષ્ટિથી જ શરૂ થયેલું. પ્રેક્ષાધ્યાનના શિબિરો બાદ જ્યારે સકારાત્મક પરિણામ આવવા લાગ્યા તો એનાથી અણુવ્રતોનો સ્વીકાર ખૂબ સરળ થઈ ગયો. એનાથી પહેલા અમે આચારસંહિતા પ્રસ્તુત કરતા હતા અને લોકોને તે સ્વીકારવાનો આગ્રહ કરતા હતા અને લોકોને તે સ્વીકારવાનો આગ્રહ કરતા હતા. પણ પ્રયોગ વગર પરિવર્તન સંભવ નથી. પ્રેક્ષાધ્યાનના પ્રયોગોએ આમાં ખૂબ મદદ
કરી.
એક દિવસ આચાર્યશ્રીએ કહ્યું, “પ્રૌઢોને આપણે બદલીએ છીએ, યુવકોમાં પણ બદલાવ આવે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ વિદ્યાર્થી વર્ગ તરફ હજી પર્યાપ્ત ધ્યાન અપાતું નથી. બાળકો અને વિદ્યાર્થીને પરિવર્તનની તાલીમ આપવાની વાત તુલસીજીનું સમયોચિત ચિંતન હતું. આ દિશામાં જ ચિંતનમનન પછી જીવનવિજ્ઞાન ઉપક્રમ શરૂ થયો. મને વિશ્વાસ છે કે માત્ર વાંચવાથી થનારું પરિવર્તન અલ્પકાલિક હોય છે. મસ્તિષ્ક પર એક ઈઝેશન કે પ્રભાવ પડે છે, પણ એ લાંબા સમય સુધી ટકતો નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આના પર
૧૫૦
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org