________________
આચરણની. આપણા આચરણ અને વ્યવહાર જ આપણા જ્ઞાન-અજ્ઞાનની કસોટી છે. આજે આવી કસોટી રહી નથી.
આજે તો માપદંડ છે ધન, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા, રોફ. આચરણ ગૌણ થઈ ગયું. એક મોટો ગણાતો માણસ, શરાબ પીએ, લાંચ-રુશ્વત સ્વીકારે તો પણ તેની પ્રતિષ્ઠાને આંચ આવતી નથી. કહેવાય એમ કે ભાઈ ! મોટો માણસ છે. ક્લબમાં જાય છે, પાર્ટીમાં જાય છે, દારૂ તો પીવો પડે. લાંચ લે તો કહેવાય એમ કે મોટી પોસ્ટ પર બેઠા છે. હજારો કર્મચારીઓની નિયુક્તિ કરવી પડે. આવો મોટો માણસ લાંચ નહિ લે તો કોણ શાળાનો ચપરાસી લેશે? કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા લોકો દ્વારા થતી ગેરરીતિ, કુટેવો વગેરને દોષ ગણવામાં આવતા નથી. “સમરથ કો નહીં દોષ ગુંસાઈ.” સામર્થ્યવાનને દોષી ઠેરવવામાં આવતા નથી.
આજે એમ લાગે છે કે આચરણની મર્યાદા અને માપદંડ માત્ર નાના માણસો માટે છે, મોટા માણસો માટે નથી. તેઓ તો સ્વતંત્ર છે. આવકવેરા વિભાગનો ડર મધ્યમવર્ગના માણસને છે, મોટાને નથી. શ્રીમંત વર્ગને એવો ડર હોત તો આટલી માત્રામાં ગરબડ-ગોટાળા થતા ન હોત. મોટા લોકો નિશ્ચિતતા સાથે ગોટાળા કરે છે. તેઓ બેફિકર છે કે અમારું કોઈ શું બગાડી લેવાનું છે? અને ખરેખર તેમનું કોઈ કશું જ બગાડતું નથી. એક વખત મામલો ઉછળે છે અને ધીરે ધીરે દબાઈ જાય છે. ત્યાં સઘળા માનદંડ સત્તા અને અર્થકેન્દ્રિત થઈ જાય છે. આવા સમાજને સ્વસ્થ સમાજ ન ગણાય. આવા સમાજને વિકૃત સમાજ ગણવો જોઈએ. જે સમાજનો માપદંડ સદાચાર છે, સત્તા, ધન અને અધિકાર બીજા નંબરે છે તે સમાજ સ્વસ્થ સમાજ છે. આવા સ્વસ્થ સમાજમાં હિંસાને વિસ્તરવાની, વિકસવાની તક મળતી નથી.
મુંબઈ પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓએ આવીને મને કહ્યું કે, “અમે આપની પાસે મોટા માણસોને લાવવા ઇચ્છીએ છીએ.” મેં કહ્યું, “આ બધું હવે બંધ કરો. હું આવી વાતોને પસંદ કરતો નથી. મોટા લોકોની પરિભાષા આપની દૃષ્ટિએ હું જાણું છું. મારી દૃષ્ટિએ જે ખરેખર મોટા છે તેવા માણસોને લાવો
મહાપ્રજ્ઞ વાણી - ૬
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org