________________
ભાષામાં કહીએ તો મોક્ષના સાધન અને આજની ભાષામાં કહીએ તો ભાવાત્મક સમસ્યાઓને સુલઝાવવાના બહુ મોટાં સાધન. આચાર્ય બાહુબલીજીને મેં એક સ્વાધ્યાયશીલ આચાર્ય તરીકે જોયા. આચાર્ય વિદ્યાનંદજી સાથે તો અમારો નિકટનો સંપર્ક છે. એમને નજીકથી જાણું છું. એમના જેવા સ્વાધ્યાયશીલ સંત ખૂબ ઓછા જોયા છે. આચાર્ય બાહુબલીજીએ એમની સ્મૃતિ કરાવી. સ્વાધ્યાયના રૂપે આ શિક્ષણ મુનિને આજીવન મળતું રહે છે.
આપણી મુશ્કેલી એ છે કે શ્રાવક સમાજ ધનઅર્જનમાં એટલો લિપ્ત થઈ ગયો છે કે સ્વાધ્યાય જેવી વાતોને ગૌણ કરી દીધી છે. કોઈને નવરાશ નથી, કલાક-અડધી કલાક સ્વાધ્યાયની, વાંચનની. હમણાં જયપુરમાં અમેરિકાથી પાછા ફરેલા અમુક જૈનોને મળવાનું થયું. તેઓ તેરાપંથી ન હતા. મને એ જાણીને આનંદ થયો કે વિદેશમાં જૈન શ્વેતામ્બર, દિગમ્બર, મૂર્તિપૂજક, સ્થાનકવાસી એવી ભેદદષ્ટિથી રહેતા નથી. માત્ર જૈન તરીકે રહે છે. એમણે કહ્યું, “આપે સમણિઓને મોકલી અમારા કલ્યાણનું કાર્ય કર્યું. અમારાં બાળકોને જૈનત્વના સંસ્કાર મળ્યા એટલે હવે અમે નિશ્ચિંત થઈ ગયા છીએ. અમારી ભાવિ પેઢી સંસ્કારોની દૃષ્ટિએ ખાલીપો કે દરિદ્રતા નહિ અનુભવે. આ વાતની અમને ખૂબ પ્રસન્નતા છે.”
મને થયું કે વિદેશમાં વસતા જૈનોને સંસ્કારની આટલી ખેવના છે અને આપણા દેશના લોકો આ વાતને વિષે જરા પણ વિચાર કરતા નથી. અર્થપ્રાપ્તિની દોડધામમાં જાણે એમને અન્ય ચિંતા માટે અવકાશ જ નથી. આ બે-ત્રણ મહિનામાં અમારી પાસે કેટલાયે યુવક-યુવતીઓ આવ્યાં. બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ કરવા અમુક ઓસ્ટ્રેલિયા, શિકાગો, કોઈ ન્યૂયોર્ક, બર્લિન આદિ વિશ્વના ખ્યાતનામ શહેરોમાં જઈ રહ્યાં હતાં. કોઈ પોતાના સંતાનને પોતાનાથી દૂર રાખવા ઇચ્છે નહીં પણ ધન કમાવવાની લાલસાથી કાંઈ પણ કરવાની તૈયારી હતી.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે સમાજનું ધ્યાન જેટલું ધનકેન્દ્રિત છે એટલું સમય દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચરિત્ર પર નથી. આવી સ્થિતિમાં જૈન જૈનદર્શન અને અનેકાન્ત
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org