________________
પચીસ-ત્રીસ રૂપિયે અટકી જાય છે. આ માણસની મનોવૃત્તિ રહી છે. એની પાછળ છે લોભ. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એ અતિશયોક્તિપૂર્ણ નથી, આ યથાર્થ છે. એનું કારણ શું ?
આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
અહિંસા સંયમ અને તપપ્રધાન ઉત્કૃષ્ટ મંગલ છે, ‘અહિંસા સંજમો તવો’ એક વાર અહિંસાની વાતને છોડી દઉં, સંયમની વાત કરું છું. આજે દુનિયામાં સહુથી વધુ મંગલ કરનારું તત્ત્વ હોય તો તે છે સંયમ. એથી વધીને મંગલ કરનારું કોઈ તત્ત્વ નથી. આજે ધર્મને ન માનનાર લોકો પણ સંયમને મહત્ત્વ આપે છે. કાલે અમે આવી રહ્યા હતા તો અમારી પાસેથી એક પાણીનું ટેન્કર નીકળ્યું. ટેન્કર ૫૨ એક સૂત્ર લખ્યું હતું. ‘પાણીનું એક એક ટીપું મૂલ્યવાન છે.’ પાણીની સમસ્યા તીવ્ર છે. આ સમસ્યાનો ઉકેલ પણ સંયમમાં છે. પાણીની સમસ્યાનો ઉકેલ માત્ર નહેર બાંધવામાં કે બંધ બાંધવામાં નથી. હિન્દુસ્તાનમાં આઝાદી પછી કેટલીયે નહેરો અને બંધો બાંધવામાં આવ્યા છે, પણ પાણીની સમસ્યાનો અંત નથી, બલકે વધી છે. પાણીનો ખૂબ બગાડ થાય છે. પાણીનો વ્યય તમામ સૂત્રો અને યોજનાઓ પર પાણી ફેરવી દે છે. પાણી સીમિત છે. ધરતીની નીચે પાણીનો કોઈ અક્ષય ભંડાર નથી. ધરતીના ગર્ભમાં પાણીનો જે ભંડાર થાય છે તે ઉપરથી વરસે છે. ત્રણ વર્ષ સતત દુકાળ પડે તો કૂવા સુકાઈ જાય. હિન્દુસ્તાનમાં આજે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ એક સમસ્યા છે ક્યાંક દુકાળ છે તો ક્યાંક પૂરની સ્થિતિ છે. આ સમસ્યા કેમ થઈ છે ? આ પ્રકૃતિના અસંતુલનથી, પર્યાવરણના અસંતુલનથી જન્મેલી સમસ્યાઓ છે. જંગલો અને પહાડોનું દોહન જે નિર્મમતાથી થયું છે, એ આજે સમસ્યા બની ગઈ છે. સ્પષ્ટ છે કે માણસે પોતાનો સંયમ ગુમાવી સમસ્યા વહોરી લીધી છે.
મંગલ ક્યાંથી થાય ? સંયમના અભાવે આપણે મંગળની કલ્પના પણ ન કરીએ. દૂધનું એક ટીપું કે ઘીના એક ટીપાંનું જે મૂલ્ય છે એટલું જ નહિ પણ તેનાથી હજાર ગણું મૂલ્ય પાણીનું છે. પણ સહજ રીતે સુલભ હોવાના કારણે આપણને તેની કિંમત નથી. પ્રાચીન જૈન પરંપરામાં સાધુ-સાલ્વિઓ અને
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org