________________
વિ.સં. ૨૦૬૨ના ચાતુર્માસ સંભારણા
૪૫
શ્રી સંઘે યોજેલ ૧૧ દિવસના ભવ્ય પ્રભુભક્તિ મહોત્સવ પંચકલ્યાણકની ઉજવણી આદિ દ્વારા સંપન્ન થયેલ.
મહામહિમ શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુ
શ્રી ગોડી પાર્શ્વનાથ ભ.નું જિનાલય ગામના છેવાડે (માંડવીની પોળ) આવેલું અને જીર્ણ થયું હતું. વિ.સં. ૨૦૨૩માં પૂ. આ. ભ. ભદ્રસૂરિ મ.સા. તથા પૂ. આ. ભ. કારસૂરિ મ.સા.ના ચોમાસાની જય બોલાવી. અને પછી દેરાસર વિશે વાર્તાલાપ થયો. જીર્ણોદ્વાર વિશે પ્રેરણા કરી અને પૂજ્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે ગામની મધ્યમાં નૂતન જિનાલય તૈયાર થયું.
જીર્ણ થયેલ જિનાલયમાંથી પરમાત્માને વિધિપૂર્વક ઉત્થાપન કરી. વિ. સ. ૨૦૨૯ના નૂતન જિનાલયમાં પ્રવેશ કરાવ્યો તે સમયે પ્રતિમાજીના પાછળના ભાગમાં લેખ છે તે ખ્યાલ આવ્યો.
જ્યારે આ લેખ વિષે ઉંડાણથી ચિંતન કરવામાં આવ્યું ત્યારે એક વાત સ્પષ્ટ બની કે પારકરમાં (પાકિસ્તાનના સિંઘ પ્રદેશન ઉમરકોટ તાલુકામાં) ગોડી ગામમાં મેઘાશાએ બનાવેલા મંદિરમાં વર્ષો સુધી પૂજાએલા અને વર્ષોથી લુપ્ત મનાતા મૂળગોડીજીનું જ આ બિંબ છે.
અત્યારે પણ ત્યાં જીર્ણ મંદિર છે. ત્યાંના લોકો દર્શન કરવા આવે છે. ઘુમટમાં ચિત્રો પણ દોરેલ છે.
વિ. સં. ૨૦૩૦ના થૈ. સુ. ૧૦ના પૂ. આ. ભ. ભદ્રસૂરિ મ.સા. પૂ. આ. ભ. ૐૐકારસૂરિ મ.સા. આદિની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ અને પૂજ્યશ્રીના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૦૮ છોડનું ભવ્ય ઉજમણું થયેલ. વિ. સં. ૨૦૨૯માં રાધનપુરથી (ભોંયરા શેરીમાંથી) મહાવીર સ્વામી ભગવાન લાવેલ અને ગોડી પાર્શ્વનાથ ભગવાન સાથે તે જ જિનાલયના ગર્ભગૃહમાં બાજુમાં પ્રતિષ્ઠિત થયેલ છે.
બડભાગી છે વાવશ્રી સંઘ જ્યાં અજોડ પ્રાચીન અદ્ભૂત એવા અજિતનાથદાદા, ગોડી પાર્શ્વનાથ દાદા, શાંતનાથ દાદા બિરાજમાન છે.
ગોડીજી પાર્શ્વનાથ ભ. ની. પ્રતિમા પાછળ લેખ આ પ્રમાણે છે.
वि. सं. १४३२ वर्षे फागण सुद बीज भृगुवासरे अचलगच्छे श्रीमंत महेन्द्रसूरि गच्छेशितुः पिपलाचार्य अभयदेवसूरिणामुपदेशेन उसवंशे शह मेपाकेन
(વિશેષ માટે જુઓ ‘જય ગોડી પાર્શ્વનાથ' પ્રાપ્તિસ્થાન
- વાવ સંઘ પેઢી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org