________________
અનુવાદ – દુર્લભ માનવ-શરીર, અને તેમાંયે પુરુષ' તરીકેની પરિસ્થિતિ પ્રાપ્ત કર્યા છતાંયે જે (માણસ, સાચો) સ્વાર્થ સાધવામાં આળસ કરે, એના કરતાં વધારે મૂઢ કોણ હોઈ શકે ? (૫)
ટિપ્પણ:- પુર્વ, પૌરુષ જેવા શબ્દો, એકથી વધુ વાર, અહીં પ્રયોજવા માટે જો કોઈ વાચક એવું અનુમાન કરે કે મોક્ષપ્રાપ્તિની પાત્રતા માત્ર “પુરુષને જ છે,
સ્ત્રીને નહીં, અથવા “સ્ત્રી' કરતાં પુરુષ” એ માટે વધારે પાત્ર છે, - તો તેણે શ્રીશંકરાચાર્યને અને વેદાન્તદર્શનના ગહન સિદ્ધાંતોના અર્થઘટન અંગેની પોતાની સમજણને અન્યાય કર્યો કહેવાય.
સહુ અભ્યાસીઓ જાણે છે કે માત્ર વેદાન્ત-દર્શનમાં જ નહીં પરંતુ ભારતની સમગ્ર દાર્શનિક પરંપરામાં, શરીરનો મહિમા કદી કરવામાં આવ્યો નથી. શરીર પુરુષનું હોય કે સ્ત્રીનું, સાધકમાં મોક્ષપ્રાપ્તિ માટેનાં સાચાં હિંમત-ખમીર-ખુમારી, યા હોમ કરીને ફનાગીરી વ્હોરવાની અને ખાસ તો, એના માટે પોતાનું સમગ્ર
અસ્તિત્વ’ અને ‘સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાની આત્મિકશક્તિ, સંનિષ્ઠ તૈયારીતત્પરતા હોવી જોઈએ. હકીક્તમાં, આ જ સાચું “પુસ્વ' અથવા પૌરુષ- પુરુષત્વ છે. અને આવું “પુરુષત્વ' માત્ર પુરુષો(males)માં જ હોઈ શકે, અને “સ્ત્રીઓ(females)માં નહીં, એવું ક્યારેય સ્વીકારાયું કે ઉદ્દિષ્ટ મનાયું નથી. | વેદાન્ત-દર્શનનો મૂળભૂત (Fundamental) સિદ્ધાંત જ એ છે કે “આત્માને કોઈ “જાતિ કે લિંગ (Gender) જ નથી, અને આચાર્યશ્રીનાં આવાં વિધાનનાં અનેક સમુચિત સમર્થનો આપણને ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં સાંપડે છે : યાજ્ઞવલ્કયની બ્રહ્મવાદિની ધર્મપત્ની મૈત્રેયી અને યાજ્ઞવલ્કય જેવા સમર્થ તત્ત્વચિંતક સાથે શાસ્ત્રચર્ચામાં ઊતરવાની હિંમત કરનાર ગાર્ગી (બૃહદારણ્યક-ઉપનિષદ), જનક જેવા જીવન્મુક્તને પણ એવી જ ચર્ચામાં પડકારનાર અને પરાજિત કરનાર સુલભા(મહાભારત), પતિ કુવલયાશ્વને તારનાર મદાલસા અને પતિ મકરધ્વજને તારનાર ચૂડાલા (યોગવાસિષ્ઠ), - જેવાં, આધ્યાત્મિક-શક્તિ-સંપન્ન સમુક્વલ
સ્ત્રી-પાત્રોનાં ચરિત્રોમાં જોવા મળે છે. અને આવું જ સમર્થન, કઠોપનિષદના આ મંત્રમાં પણ પ્રાપ્ત થાય છે :
क्षरस्य धारा निशिता दरत्यया
તુ પથસ્તત્ વયો વન્તિ ! (૨, ૩, ૨૪) (‘જ્ઞાની-મનીષીઓ આ મોક્ષમાર્ગને “અસ્ત્રાની ધાર' જેવો અત્યંત દુર્ગમ કહે છે.').
ભારતના પ્રવાસે આવેલા અંગ્રેજ નવલકથાકાર સમરસેટ મોમને, કઠોપનિષદના આ પુરસ્ય ધાર એ શબ્દ એટલો બધો ગમી ગયો હતો કે તેણે ત્યારપછી 'Razor's Edge' એ શીર્ષક ધરાવતી વિશ્વપ્રસિદ્ધ નવલકથા પણ લખી હતી. આપણા મધ્યકાલીન ભક્ત-કવિ પ્રીતમે આથી જ ગાયું હતું કે, -
૬૨ | વિવેચૂડામણિ