________________
ધર્મ નામનું નવમું અધ્યયન.
આઠમા પછી નવમું કહે છે તેને આ સંબંધ છે, આઠમામાં બાળ અને પંડિત એવા બે ભેદે વીર્ય બતાવ્યું, અહીં પણ તેજ પંડિત વીર્યવડે ધર્મમાં ઉદ્યમ કરે, માટે અહીં ‘ધર્મ કહે છે. આ સંબંધથી ધર્મ અધ્યયન આવ્યું છે તેના ચાર અનુગદ્વાર ઉપક્રમ વિગેરે છે તેમાં ઉપક્રમમાં અર્થધિકાર એ છે કે અહીં ધર્મ કહીશું, તે પ્રમાણે નિયંતિકાર
धम्मो पुयोवदिडो, भावधम्मेण एत्थ अहिगारो। एसेव होइ धम्मे एसे व समाहि मग्गोति ।। नि-९९
દુર્ગતિમાં જતા જીવને પકડી રાખવાના લક્ષણવાળે ધર્મ પૂર્વે દશવૈકાલિક શ્રુતસ્કંધ છઠ્ઠા અધ્યયનમાં ધર્માર્થકામ નામના અધ્યયનમાં બતાવ્યા છે, અહીં ભાવધર્મને અધિકાર છે, કારણ કે ભાવધર્મ તે જ પરમાર્થથી ધર્મ છે, આજ અર્થ આ પછીનાં બે અધ્યયન દશામાં અગ્યારમામાં છે તે પણ થોડામાં બતાવે છે, એજ સમાધિ છે, અને ભાવ માર્ગ પણ છે, એમ સમજવું, પરમાર્થથી તેમાં કંઇપણ ભેદ નથી, તે કહે છે, ધર્મ શ્રત અને ચારિત્ર એ બે નામે છે, અથવા શાંતિ આદિ દશ ભેદવાળે છે ભાવ સમાધિ પણ એજ છે, તે બતાવે છે, સમ્યગ આધાન તેજ ક્ષમા વિગેરે ગુણોનું