________________
૨૯૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પાળતે નવ બ્રહ્મચર્યની વાડ સાથે સારી રીતે બ્રહ્મચર્ય પાળે, અથવા સુબ્રહ્મચર્ય તે સંયમ બરાબર પાળે, આચાર્યાદિની આજ્ઞામાં જ્યાં સુધી એકલવિહારની પ્રતિમા ન સ્વીકારે ત્યાં સુધી રહે, અને તેમના કહેવા પ્રમાણે વર્તે અને જેના વડે કર્મ નાશ થાય તે વિનય બરોબર શીખે, અને આદરે તે ગ્રહણ અને આસેવન વડે વિનય કરે, (અને ઉત્તમ ગુણેને પ્રાપ્ત કરે) વળી એક ડાહ્યો સાધુ સંયમ અનુષ્ઠાનનું જે કાર્ય આચાય બતાવે તે જુદું જુદું કાર્ય કરવામાં પ્રસાદ ન કરે જેમ રેગી વૈદ પાસે દવાની વિધિ સમજીને તે પ્રમાણે વર્તે તે કીર્તિ વધે. અને નિરોગી થાય તે પ્રમાણે સાધુ પણ સાવદ્ય ગ્રંથ (પૈસે વિગેરે કોઈ વિગેરે) ત્યાગીને અશુભકર્મ રૂ૫ રેગ ત્યાગવાને દવારૂપ ગુરૂનાં વચને માનીને તે પ્રમાણે વર્તતાં બીજા સાધુઓ પાસે વાહવા મેળવી મેક્ષ મેળવે, जहा दिया पोतमपत्तजातं,
सावासगा पवित्रं मन्नमाणं तमचाइयं तरुणमपत्तजातं,
ढंकाइ अव्वत्तगम हरेज्जा सू.॥२॥ પણ જે સાધુ આચાર્યની આજ્ઞા વિના એકલે ફરે તેના શું હાલ થાય તે સમજાવે છે, કે જેમ પક્ષીનું બચ્ચું