________________
૨૯૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. શોધીને લાવવાનો ગુણ ધરાવનાર ઉત્તરગુણ પાળનાર શિષ્ય છે, ઉત્તરગુણની ગાથા– पिंडस्स जा विसोही समिईओ भावणा तवो दुविहो ॥ पडिमा अभिग्गहावि य उत्तरगुण मो वियाणाहि ॥१॥ આહારાદિ વિશુદ્ધિ જાણુ, સમિતીઓ ભાવના દુવિધ તપ બાર પ્રતિમા અભિગ્રહ આણ, ઉત્તરગુણે તેને કર ખપ ના
અથવા બીજા ઉત્તર ગુણ છતાં વધારે કામનિર્જરાના હતુરૂપ બાર પ્રકારને તપ છે, તેથી તેને લીધે એટલે છે અત્યંતર છ બાહ્ય એમ બાર ભેદે તપ કરે તે જાણ.
શિષ્ય આચાર્ય વિના ન થાય માટે આચાર્યના ભેદો બતાવે છે. आयरिओऽविय दुविहो पव्वावंतो व सिक्खावंतो य सिक्खावंतो दुविहो गहणे आसेवणे चेव ॥नि. १३०॥
શિષ્યની અપેક્ષાએ આચાર્ય પણ બે પ્રકારના છે, એક દીક્ષાને આપે છે, બીજા ભણાવે છે, શીખવનાર પણ છે પ્રકારે છે, એક તે સૂત્ર પાઠ આપે છે, બીજા દશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયા સમજાવીને કરાવે છે, गाहावितो तिविहो मुत्ते अस्थे य तदुभए चेव मूलगुण उत्तरगुणे दुविहो आसेवणाए उ ॥नि.१३१॥