________________
૩૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો 'સાચો પદાર્થ પિતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે કણ નથી ઈચ્છતું, જે તેમ ન માને તે બધું અસત્ થાય, અને સત્ ન માને તે વ્યવસ્થા ઉડી જાય, (અર્થાત્ બધાને આ વાત સ્વીકારવી પડે છે.)
આ પ્રમાણે સ્યાદ્વાદનું સ્વરૂપ જુદું પાડીને સમજાવે, વિભજ્યવાદ પણ બે પ્રકારની ભાષાવડે સમજાવે, તે બતાવે છે, સાચું બેલે, અથવા અસત્યામૃષા એ બે ભાષા બોલે, કઈ પૂછે કે ન પૂછે, તે ધર્મકથાના સમયમાં અથવા બીજે વખતે હમેશાં જરૂર પડે બોલે.
પ્ર–કે બનીને.
ઉ-ઉત્તમ અનુષ્ઠાન કરનારા સમુચિત-સારા સાધુઓ જેઓ વિધિ પ્રમાણે વિહાર કરતા હોય, તેમની સાથે વિચરે, અને વિચરતાં ચક્રવતી કે ભિક્ષુક સાંભળે ત્યારે સમભાવે અથવા રાગદ્વેષ છોડીને શોભન પ્રજ્ઞાવાળ બે ભાષાવાળે સાધુ સારી રીતે ધર્મની વ્યાખ્યા કરે, अणुगच्छमाणे वितहं विजाणे
तहा तहा साहु अककसेणं ण कत्थइ भास विहिंसइज्जा
નિરુદાં વાવે ન તન્ના પારણા