________________
•-•••••••
૩૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. कंओ कयाइ मेधावी उप्पजंति तहा गया तहागयाअप्पडिन्ना चक्खू लोगस्सणुत्तरा॥२०॥
તેવા નિર્મળ શુદ્ધ સિદ્ધ આત્માઓ આલેકમાં ફરી કેમ જન્મ? જેઓ કેવળજ્ઞાને સંસારને ભ્રમરૂપ જાણીને નિયાણું કર્યા વિના ગયા છે અને આલેકના જીવને હિત અહિત બતાવવાથી ચક્ષુરૂપ છે.
ટી. અવળી કર્મ બીજેના અભાવથી કેવી રીતે કઈ પણ વખત જ્ઞાન સ્વરૂપ મેધાવીએ અપુનરાવૃત્તિ (ફરી ને આવવાની) ગતિ (મોક્ષ) માં ગયેલા તેવા સિદ્ધ શુદ્ધ નિર્મળ આત્માઓ આ અશુચિના ભંડાર જેવા ગર્ભમાં કેદ પડવા માટે કેમ ઉત્પન્ન થાય? અર્થાત્ કઈ પણ વખત તેઓ કર્મ ઉપાદાન (મેહ) ને અભાવથા ન આવે, તેજ પ્રમાણે તથા ગોં-તીર્થકર તથા ગણધર વિગેરે ચારિત્ર પાળતાં (સંસારની મેહક વસ્તુનું પણ) નિયાણું બાંધતા નથી, તેથી તેઓ અપ્રતિજ્ઞા-આશંસા રહિત ફકત જેનું હિત કરવા માટે તેમને અનુત્તર જ્ઞાન હોવાથી અનુત્તર (શ્રેષ્ઠ) થએલા સર્વ જેને સારા બેટા પદાર્થોનું બરાબર નિરૂપણ કરવાથી ચક્ષુ જેવા હિતની પ્રાપ્તિ કરાવનારા અને અહિત છોડાવનારા છે, તે બધા લેકેને દિવ્ય આંખ જેવા સર્વજ્ઞ પ્રભુએ છે, .