Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 404
________________ સેળયું શ્રી ગાથા અધ્યયન. [૩૮૯ સુધર્મા સ્વામી જંબુસ્વામી વિગેરેને ઉદ્દેશીને કહે છે કે મેં જે કહ્યું છે, તે તમે સાચું જાણે, બીજો વિકલ્પ ન કરો, કારણ કે હું સર્વાની આજ્ઞાથી કહું છું, કારણ કે સર્વજ્ઞ ભગવંતે સર્વે જીવના હિતકારક રેક્ષકે હોવાથી રાગદ્વેષ મેહનું કંઈ પણ કારણ ન હોવાથી જૂઠું ન બોલે, એથી મેં શરૂઆતથી કહ્યું, તે બરાબર જ સમજે, આ અનુગમ (વિષય) કહો, ન નૈગમ વિગેરે સાત છે, પણું નૈગમ નયને સામાન્ય વિશેષપણે ગણી સંગ્રહ વ્યવહારમાં લઈયે તે જ છે, પણ સમધિરૂઢ તથા ઈત્યંભૂત એ બે ને શબ્દ નયમાં લઈએ તો નૈગમ સંગ્રહ વ્યવહાર રૂજુસૂત્ર તથા શબ્દ નય ગણતાં પાંચ થાય, અને પ્રથમ માફક નગેમ ભેગે લઈએ તે ચાર નય થાય, વળી વ્યવહારને સામાન્ય વિશેષરૂપે લઈએ તો સંગ્રહ રૂજુસૂત્ર અને શબ્દ નય એમ ત્રણજ થાય, તે પણ દ્રવ્ય અને પર્યાય એ બેમાં સમાવેશ થાય તે દ્રવ્યાસ્તિક અને પાયાસ્તિક બે નયેજ છે, અથવા તે બધાને જ્ઞાન ક્રિયામાં સમાવેશ કરીએ તો બેજ નો છે, તેમાં જ્ઞાનવાળો જ્ઞાનને પ્રધાન માને, કિયાવાળો કિયાને પ્રધાન માને, નયને નિરપેક્ષ (જુદા) માને તે મિથ્યાત્વ છે. અને પરસ્પર અપેક્ષાવાળા માને તે મેક્ષના અંગરૂપે થવાથી બંનેનું પ્રધાનપણું છે, અને તે બંને સાથે લેતાં કિયા કરે છે, તેજ કહે છે પ્રથા

Loading...

Page Navigation
1 ... 402 403 404 405