________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૧
દ્વેષ-અપ્રીતી કરવી, કલહ-સામસામે કજીઓ કરવો (લડવું) અભ્યાખ્યાન-ખોટું આળ દેવું, પૈશૂન્ય-કાનમાં કહેવું, પરના ગુણ સહન ન થાય તો તેના દે બીજા પાસે કહી બતાવવા. (ચાડી કરવી), પરપરિવાદ-પારકી નિંદા કરવી, અરતિ–સંયમ પાળવામાં ખેદ થાય, રતિ-વિષયની આકાંક્ષા, માયા-પરને ઠગવું, અને મૃષાવાદ–ગાયને ઘડે કહે, જૂઠું બેલીને પેટ છુપાવે), મિથ્યાદર્શન–અતત્વને તત્વ કહે, તત્વને અતત્વ કહે, જેમકે णत्थि ण णिच्चो ण कुणइ कयं ण वेए णत्थि णिव्वाणं णत्थि अ मोक्खोवाओ छ म्मिच्छत्तस्स ठाणाई ॥२॥
જીવ નથી, તે હમેશાં નથી, પાપ પુણ્ય કરતું નથી, કરેલું ભગવતે નથી, મોક્ષ નથી, મેક્ષને ઉપાય નથી (જીવ નથી જીવ હોય તો પરભવ નથી, પરભવ હોય તે પુણ્ય પાપ નથી, પુણ્ય પાપ હોય તે ભગવતે નથી, તેને મોક્ષ નથી, તેમ મોક્ષને ઉપાય નથી, સદા તેને તેજ છે) આ છે મિથ્યાત્વનાં સ્થાને છે, તેમાં જગતનાં બધાં દર્શને (મો) આવી ગયાં, આજ શલ્ય છે તેમાં આગ્રહ રાખે, આ બધાં પાપથી જે છૂટે તે સમિતિ-ઇર્યાસમિતિ વિગેરે પાંચે પાળનાર હોય, તથા પરમાર્થથી જે સાચું હિત હોય, તે સહિત; અથવા સહિત એટલે જ્ઞાન વિગેરેથી યુકત હય, તથા સર્વદા સંયમ અનુષ્ઠાનમાં થતા