________________
૩૩૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
નિગડ(સાંકળ વિગેરેમાં જાણવી,અને ભાવ સંકલિકા (સંકલન) તે ઉત્તરોત્તર વિશિષ્ટ અયવસાયનું સંકલન (જેડાણ) છે એજ આ અધ્યયન છે, પ્રથમ તથા છેવટના પદનું જોડાણ કરે છે માટે, આ આચાર્યોના મતમાં જેમ નામ-તે આદાન પદ વડે નામ છે, તેમ તે આદિમાં જે પદ છે, તે આદાન પદ છે માટે આદિના નિક્ષેપો કરે છે, આદિ શબ્દના નામ વિગેરે ચાર નિક્ષેપ કહે છે. नामादी ठवणादी दव्वादी चेव होती भावादी दव्वादि पुण दम्बस्स जो समावेसए ठाणे । १३४॥
નામ આદિ સ્થાપનાઆદિ દ્રવ્ય આદિ તેમજ ભાવ આદિ છે, તેમાં દ્રવ્યાદિ એ છે કે દ્રવ્ય પરમાણુ વિગેરેને જે સ્વભાવ છે, પિતાના સ્થાનમાં એટલે પિતાના પર્યાયમાં પ્રથમ થાય છે દ્રવ્યાદિ છે. તેનું ટીકાકાર દષ્ટાન્ત આપે છે કે દહીં વિગેરે દ્રવ્ય છે, તે દૂધનું બને છે. તે સમયે પ્રથમ દહીં પણે જે દૂધમાં ફેરફાર થાય તે અથવા બીજા પણ પરમાણુ વિગેરે દ્રવ્યને જે પરિણામ વિશેષ પ્રથમ ઉન્ન થાય (બદલાય) તે બધાને દ્રવ્યાદિ કહે છે. વાદિની શંકા-દૂધના વિનાશ સમયેજ બરોબર વખતે દહીંની ઉપત્તિ કેવી રીતે ઘટે? કારણ કે ઉત્પાદ અને વિનાશ એ બંને ભાવ અને અભાવરૂપ વસ્તુના ધર્મો છે, તે ધર્મ વસ્તુ વિના રહી શકે નહિ, એકજ ક્ષણમાં ધર્મિ દહીં દૂધમાં સત્તા પ્રાપ્ત કરે, એ તે દેખવામાં આવતું નથી,