________________
૩૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
મેળવે તે અનીદશ તે જે બીજા ન જાણે તેવું તે સંપૂર્ણ જાણે છે, માટે તેની બરોબર વસ્તુઓમાં રહેલા સામાન્ય વિશેષ અંશોના પરિચ્છેદક ઉભય વિજ્ઞાનરૂપવડે જાણનારા જ્ઞાનીઓ બીજા બધા નથી, તેને ભાવાર્થ એ છે કે તે સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય માણસના જ્ઞાન જેવું નથી, (પણ ઘણું વધારે છે, આથી મિમાંસકે માને છે કે “સર્વસનું સર્વ પદાર્થોનું જાણવાપણું માનીએ તે હમેશાં તેમને સ્પર્શ રૂ૫ રસગંધ વર્ણ અને શબ્દોને પરિછેદ (જાણવા પણા)થી અભિમત દ્રવ્ય રસને આસ્વાદ (વિષ્ટા જેવી દુર્ગધીને સ્વાદ પણ) કરવાનું આવશે, આથી તેનું ખંડન થયેલું જાણવું. (કારણ કે સામાન્ય માણસને વસ્તુને ધ ઇંદ્રિ દ્વારા થતો હોવાથી તેને વસ્તુ ચાખ્યા વિના કે અનુભવ્યા વિના તેનું જ્ઞાન થતું નથી, પણ કેવળીને ઇંદ્રિયોને ઉપયોગ કયા વિના ફક્ત આત્માના સંપૂર્ણ કેવળજ્ઞાનથી અનુભવ વિના જણાય છે, એટલે તેમને વિષ્ટાને કુસ્વાદ કે કેરીના રસને સુસ્વાદ લેવાને નથી.) " વળી વાદીઓ કહે છે કે સામાન્યથી સર્વજ્ઞના ભાવમાં બીજા હેતુના અભાવથી અરિહંત ભગવાનમાં કેવળજ્ઞાન છે તેની ખાત્રી થતી નથી, જેમકે, अह (रुह)न् तु यदि सर्वज्ञो बुधो नेत्यत्र का प्रमा अथोभावपि सर्वज्ञौ मतभेदस्तयोःकथम् ॥१॥