________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
૩૫૫
પહેલા છેલ્લા તીર્થકરે છેડીને વચલા બાવીસ તીર્થકરોના વખતમાં ચાર મહાવ્રતો હોય છે, પણ પહેલા છેલ્લા તીર્થકરના સમયમાં પાંચ મહાવ્રતરૂપ ધર્મ હોય છે, એ બતાવવા માટે આમ કહ્યું છે, અથવા બાકીનાં ચાર મહાવ્રતમાં અપવાદ ઉત્સર્ગ સાથે હોય છે, પણ આ મહાવ્રત સ્ત્રીત્યાગનું તે અપવાદ રહિત છે, એ બતાવવા માટે કહ્યું છે, અથવા બધાં વ્રતો બરાબર છે, એકનું ખંડન કરવાની બીજો મહાવ્રતનું પણ ખંડન થાય છે, માટે તેમાંનું કેઈપણ એક લઈને ઉપદેશ કરાય છે, હવે સ્ત્રી પ્રસંગના આશ્રવના નિરોધને ઉત્તમ બતાવવા કહે છે, इथिओ जे ण सेवंति
आइमोक्खा हु ते जणा ते जणा बंधणुम्मुक्का
नावखंति जीवियं ॥९॥ જે સાધુઓ સ્ત્રી સંગ કરતા નથી, તે પુરૂષો આદિ (પ્રધાન) મોક્ષવાળા છે, તે સ્ત્રીઓને સંગ છોડવાથી બીજાં કર્મબંધનથી મુક્ત થએલા છે, અને વતભંગનું જીવિત ઈચ્છતા નથી.
ટી. –જે મહાપુરૂષે કડવા વિપાકવાળે સ્ત્રીસં. છે, આ નિશ્ચય કરીને સ્ત્રીઓ સુગતિના રસ્તામાં ભુંગલ