________________
૩૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સાંભળનારની ભક્તિ વિચારી તેમની શ્રદ્ધા વધે તેમ બંધ કરે, તથા પિતે આચાર્ય વિગેરે પાસે શીખે તેનું રૂણ ઉતારવા પડે તેવી રીતે બીજાને ભણાવવા ઉદ્યમ કરે,
ટી. વળી સર્વ કહેલા આગમને કહેતાં ઉલટાં વચનથી સિદ્ધાંતને દૂષણ ન આપે, તથા પ્રછ ભાષી ન થાય તથા સર્વ જનેને હિત કરનારા નિર્દોષ વચને છાનું ન કહે, અથવા પ્રછન્ન-અપવાદના સિદ્ધાંત અપરિણત સાધુને ન કહે, તેવા અપવાદના સિદ્ધાંત અપરિગુતને કહેવાથી તેને શ્રદ્ધા ન થતાં અથવા કુમાર્ગે જતાં તેને ગેરલાભ થાય છે,
अप्रशांतमतौ शास्त्रसद्भाव-प्रतिपादनम् .. दोषायाभिनवोदीणे शमनीयमिव ज्वरे ।
બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું ગુપ્ત રહસ્ય સમજાવવા જતાં તેને દેષનું કારણ થાય છે, જેમ જેરમાં આવેલા નવા તુર્તના તાવને ઉતારવા જે ઔષધ અપાય તે ફાયદાને બદલે નુકશાન કરે છે, વળી પિતાની મતિકલ્પનાથી સૂત્ર વિરૂદ્ધ ન કહે, કારણ તે સૂત્ર સ્વપરનું ત્રીય રક્ષક છે, અથવા પતે સૂત્ર તથા અર્થને પોતે જેને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે, *
પ્ર—શા માટે સૂત્ર બીજી રીતે ન કરવું?