________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૭
अह तेण मूढेण अमूढगस्स
कायव्व पूया सविसेसजुत्ता एओवमं तत्थ उदाहु वीरे
अणुगम्म अत्थं उवणेति सम्मं ॥११॥ સૂ. અ.–જેમ માર્ગ ભૂલેલાને સીધે રસ્તે ચડાવનારને ઉપકાર માની વિશેષથી પૂજા કરવી, તેવી રીતે વીર પ્રભુ ઉપમા આપે છે કે સંધુને ભૂલતા કોઈ ઠપ આપે તે તે સીધે રસ્તે ચડાવવા બદલ તેની પૂજા કરવી. *
ટી. અ–વળી આ અર્થની પુષ્ટિ કરે છે, જેમ તે ભૂલા પડેલા મૂઢને સારે માર્ગે ચડાવવાથી તેણે તે સારે રસ્તે ચડાવનારા ડાહ્યા પુરૂષ ભીલ વિગેરેને પણ મેટ ઉપકાર માની તેની પૂજા વિશેષથી કરવી, આ પ્રમાણેજ વીર પ્રભુ કે ગણધર ભગવંતે ખુબ વિચારીને કહે છે કે પ્રેરણા કરનારને ભૂલેલા સાધુએ મેટો ઉપકાર માની તેની પૂજા (બહુમાન) કરતાં વિચારવું કે આ દયાળુએ મને મિથ્યાત્વ રૂપી જન્મજરા મરણ વિગેરે અનેક ઉપદ્રવવાળા વનમાંથી સીધે રસ્તે બતાવી ઉગાર્યો, માટે મારે તેને વંદન વિનય સત્કાર કરીને પૂજા કરવી, આ મતલબના ઘણા દુષ્ટાન્ત છે, गैहमि अग्गिजालाउलंमि"जह णाम डज्झमाणमि जो बोहेइ' मुयंतं सो तस्स जणो परमबंधू.१॥