________________
નવમું ધર્મ અધ્યયન.
| [૭૧ તથા કેઈ ગાળે કે મહેણ બોલે તે પણ આકેશ ન કરે, તિરસ્કાર કરતાં બળે નહિ, સામે ઉત્તર ન આપે, મનમાં પણ કુવિચાર ન લાવે, પણ સુમન (શાંત મન) વાળ બનીને કોલાહલ ન કરતાં સહન કરે. लद्धे कामे ण पत्थेज्जा विवेगे एवमाहिए। आयरियाई सिक्खेज्जा बुद्धाणं अंतिए सया।मृ.३२॥
વળી પ્રાપ્ત થયેલા કામ તે ઈચ્છા કામ ચેષ્ટા અથવા ગંધ અલંકાર વસ્ત્ર વિગેરે જેમ વાસ્વામીને મળ્યા છતાં, ત્યાગ્યા તેમ તે પણ તેને ન વછે, આપવા આવે તે પણ ન લે, અથવા કામ ચેષ્ટાવાળા ગમનાદિ લબ્ધિરૂપ કાય તપસ્યાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય, તે પણ તેને બ્રહ્મદત્ત માફક ઉપયોગ ન કરે, (બ્રહ્મદરે પૂર્વભવમાં તપનું ફળ ચકવતી પદ માગ્યું તેમ સાધુ નિયાણું ન કરે) એમ. કરવાથી ભાવ વિવેક પ્રકટ કરેલે થાય, (અર્થાત નિર્મળ સાધુભાવ પ્રગટ થયેલ કહેવાય) તથા આર્યોનાં કૃત્યે તે સદાચારમાં વર્તે, અનાર્ય કૃત્યે ત્યજે, અથવા આચરવા ગ્ય. મુમુક્ષુ પુરૂષે પૂર્વે આચરેલાં જ્ઞાનદર્શનચારિત્રને આચાર્ય ભગવતે પાસે હમેશાં શીખે, આથી એમ બતાવ્યું કે ઉત્તમ સાધુએ નિરંતર ગુરૂકુલવાસ સેવ, હવે કહ્યું કે બુદ્ધ (આચાર્ય) પાસે શીખે, તે ખુલાસાથી બતાવે છે.