________________
તેિરમું શ્રી યાથાત અધ્યયન
[૨૮૭
સાચા ધર્મને દેખતે બધાં પ્રાણીઓને દુઃખ દેવાનું છોડીને જીવિત મરણની આકાંક્ષા છોડી ચારિત્ર પાળે, અને સંસાર બંધનથી મુક્ત થાય, અથવા બુદ્ધિમાન સાધુ માયા છોડીને મોક્ષમાં જાય,
બધાં અધ્યયન સમાપ્ત કરવા સાર કહે છે.
આહત્તહીય વિગેરે યથાતથ્ય (સાચો ભાવ) ધર્મ માર્ગ સમવરણ એ ત્રણ અધ્યયનને સાર સૂત્રમાં આવેલ સમ્યકત્વ અથવા ચારિત્ર તેને દેખતે વિચારતે સૂત્ર તથા અર્થને સારી રીતે ક્રિયા કરવા વડે પાળતે સ્થાવર જંગમ બધા જીવોમાં જે સૂક્ષ્મ બાદરના ભેદ છે, તે પૃથ્વી કાય વિગેરેને દંડ દેવાય છે તે જીવહિંસાની ક્રિયાને છોડીને પિતાને જીવ જાય તે પણ સાચા ધર્મને ઓળંગવો નહિ, તે કહે છે, અસંયમ જીવિત કે લાંબે કાળ જીવવાની ઈચ્છા સ્થાવર જંગમ જીવોની હિંસા કરીને ન રાખે, તેમ પરી. બ્રહની વેદનાથી કંટાળીને વેદના સહન ન થાય તે પાણીમાં અગ્નિમાં કે ઉંચેથી ભૂસકે મારીને બીજા જીવોને પીડા કરીને મરવાની પણ ઈચ્છા ન રાખે, આ પ્રમાણે સાચે ધર્મ ઈચ્છતે જીવહિંસા છોડી જીવિતરણ ન ઈચ્છતો ઉદ્યુત વિહારી બનીને બુદ્ધિમાન સાધુ મેહનીય કર્મની માયામાં ન વીંટાતે સંયમ પાળી મેક્ષમાં જાય, તેરમું અધ્યયન યથાતથ્ય નામનું પુરું થયું.