________________
૧૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. ક્રિયાવાદી અક્રિયાવાદી વિનયવાદી અજ્ઞાનવાદી એ ચારે સામાન્યથી અતાવી હવે તેમની ભૂલા ખતાવવા પ્રથમ તેમના મત સ્થાપે છે, તેમાં છેલ્લે અજ્ઞાનવાદી મત પ્રથમ લે છે, તે પશ્ચાનુપૂર્વી છે, (વ્યાખ્યાન કરતાં પહેલેથી પણ લેવાય તે પૂર્વાનુપૂર્વી, છેલ્લેથી લેવાય તે પદ્માનુપૂર્વી, અને ગમેતેમ લઇને વર્ણવીએ, તે અનુપૂર્વી ન કહેવાય, ) અથવા તે અજ્ઞાનવાદીઓ બધાં તત્કાને ઉડાવે છે, માટે તે અત્યંત અસ ંબદ્ધ ( વિપરીતભાષી ) છે, તેથી પ્રથમ તેમ નેજ કહે છે, અજ્ઞાન જેમને છે. અથવા અજ્ઞાનવર્ડ પોતાના નિર્વાહ કરે છે, તે અજ્ઞાની અથવા આજ્ઞાની ( જ્ઞાન ઉઠાવનારા) છે, તે ખતાવે છે; અજ્ઞાનીઓ કહે છે કે અમે કુશળ (ડાહ્યા) છીએ, એવુ ખેલવા છતાં અજ્ઞાનનેજ પ્રધાન માનવાથી તેઓ અસ બદ્ધ મિથ્યાવાદી ) છે, તે કિંમત ન સમજવાથી ચિત્તમાં જે બ્રાંતિ થઈ
જ્ઞાનની હાય તે
શકાને દૂર ન કરી શકવાથી અજ્ઞાનજ ધ્યેય છે એવું બેલે છે, તેઓ એમ કહે છે કે જેઓ જ્ઞાની છે, તે પરસ્પર વરૂદ્ધ પક્ષ કરીને માંહેામાંહે લડીને સાચા તત્વના ગ્રાહક થતા નથી, જેમકે કેટલાક આત્માને સર્વ વ્યાપી માને છે ત્યારે ખીજા સર્વવ્યાપી નથી માનતા, કેટલાક અંગુઠાના પર્વ (રેખા) માફક માને છે, કેટલાક શ્યામાક તદુલ (સામા નામથી ઓળખાતા ઝીણા ચાખા) જેવડા માને છે, કેટલાક મૃત માને છે, અને કેટલાક અમૃત