________________
બારમુ શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૫
અથવા પ્રસજય પ્રતિષેધથી એમ માને છે તેમાં જે જ્ઞાનથી અજ્ઞાન ભિન્ન માને છે. તે પર્યદાસ વૃત્તિથી જ્ઞાનાંતર (બીજું જ્ઞાન) તમે માન્યું, પણ અજ્ઞાનવાદ સિદ્ધ ન થયે, અથવા એમ માને છે કે જ્ઞાન બીલકુલ નથી તે તુચ્છ અજ્ઞાન નીરૂપ જ્ઞાનનો અભાવ માને તે તે સર્વે શક્તિ (જાણવાનો ભાવ)થી રહિત છે, તે કેવી રીતે શ્રેય થાય? વળી અજ્ઞાન–શ્રેય પ્રસજ્ય પ્રતિષેધથી જે જ્ઞાન શ્રેય ન માનતા હો તો ક્રિયાને પ્રતિષેધ કર્યો કહેવાય, તે તો પ્રત્યક્ષ દેખતાને બાધ આવશે? (કોણ માનશે?) કારણ કે-સમ્યક્ જ્ઞાનથી અર્થ સમજીને કાર્ય કરનારે કામ થયા પછી કેવી રીતે જૂઠે કહેવાશે ? વળી અજ્ઞાની તથા પ્રમા દીઓથી પગની લાત માથામાં લાગતા એ છે દોષ થાય તે સમજવા છતાં અજ્ઞાન શ્રેય તેવું જે માને છે, તેથી તે તેને પિતાના માનેલાનો વિરોધ થાય છે, જ્યાં પ્રત્યક્ષ વિરોધ ત્યાં અનુમાન પ્રમાણે ન ઘટે, તેથી અજ્ઞાનવાદીઓ ધર્મોપદેશ માટે અનિપુણ છે એમ પોતે અનિપુણ છતાં બીજા શિષ્યોને ઉપદેશ દે છે (કે અજ્ઞાન શ્રેય છે?) (સૂત્ર ગાથામાં એક વચન માગધી કાવ્યને લીધે છે) શાક્ય બોધ પણ પ્રાયે અજ્ઞાનવાદી છે, કારણ કે તેઓ એવું માને છે કે અજ્ઞાનીથી કરાયેલા કૃત્યને કર્મબંધ થતો નથી, વળી બાળક મસ્ત ગાંડ) સુતેલો વિગેરેનું જ્ઞાન અસ્પષ્ટ (અપ્રકટ) હેવાથી તેમના કૃત્યને પણ કર્મ બંધ થતો નથી, આવું