________________
૧૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
વિના મેક્ષ ન થાય) માટે વિનયવાદીને ઉપદેશ કરશે કે વિનય સાથે સંયમ જોઈએ.) अणोवसंखा इति ते उदाहू
अटे स ओभासइ अम्ह एवं लवावसंकी य अणागएहिं - णो किरियमाहंसु अकिरियवादी॥स,४॥
વળી સંખ્યા (ગણવું વિચારવું) તે પરિ છેદ ઉપસંખ્યા પરિજ્ઞાન-ન ઉપસંખ્યા–અનુપસંખ્યા, વિચારવા વિના વ્યામૂઢમતિઓ તે વૈનાયિકે પેતાના આગ્રહમાં દઢ થયેલા હોવાથીજ એકલા વિનયથી સ્વર્ગ તથા મેક્ષ મળવાનું બતાવે છે, અને મહામેથી આચ્છાદિત થયેલા પિતાનું ધારેલું બીજાને કહી બતાવે છે કે ફકત વિનય કરવાથી જ સ્વ-અર્થ સ્વર્ગ મોક્ષ વિગેરે અમને પ્રાપ્ત થાય છે, અનુપ સંખ્યા ઉદાહુતિ (વિના વિચારે બોલવાનું દષ્ટાન્ત) તે આ વિનય વાદીઓનું જ જાણવું, કારણ કે જ્ઞાનકિયા વડે મેક્ષ મળે, તે ઉડાવીને ફકત તેઓ એકલા વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થવાનું બતાવે છે, વળી તેઓ કહે છે કે સર્વ કલ્યાણોનું ભોજન (વાસણ) વિનય છે, તે પણ સમ્યગ્દર્શન વિગેરેની પ્રાપ્તિ થયા પછી કલ્યાણરૂપ થાય છે, ફકત એકલા વિનયથી કંઈ થતું નથી,