________________
૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિત્ય થઈ જશે, અને કેઈ પણ પદાર્થને જે અનિત્ય માનશે તે તમારે માનેલે નિત્ય સમવાય પણ અનિત્ય થઈ જશે, કારણ કે તે તેને આધારભૂત છે, વળી સમવાય એક માને છે તેથી બધા સમવાયવાળા પદાર્થો એકપણાને પામશે, કારણ કે સમાયિઓ (પદાર્થોમાં ઘણા પણ છે, વળી જૈનાચાર્ય પૂછે છે કે તમારો માનેલે સમવાય સંબંધ બે પણામાં છે, તેથી (યુત જોડેલા) સિદ્ધત્વ જ છે, જેમ દંડ (લાકડી) અને દંડી (લાકડીવાળો) જુદા છે, વળી વીરણ ઘાસની સાદડી બનાવતાં વીરણ ઘાસના રૂપનો દેખાવ નાશ થ, અને સાદડીરૂપે ઉત્પત્તિ થઈ, એટલે અન્વયરૂપે વ્યવસ્થા જેમ દૂધ અને દહીની થાય છે, તેમ વૈશેષિકના મતમાં પણ પદાર્થોની વ્યવસ્થા (વ્યાખ્યા) બરોબર નથી,
સાંખ્યદર્શનનું વર્ણન કરે છે, તે લેકેનું માનવું એવું છે કે પ્રકૃતિ આત્માની સાથે મળતાં આ સૃષ્ટિની (રચના) ઉત્પન્ન થાય છે, અને તે પ્રકૃતિ સત્વ રજ અને તેમની સામ્યવસ્થાથી ઉત્પન્ન થાય છે, તેનાથી મહાન થાય છે, તેનાથી અહંકાર (મારાપણું) થાય છે, તેથી અગ્યાર ઈદ્રિ પાંચ તન્માત્ર થાય છે, તેનાથી પાંચ ભૂત થાય છે, પુરૂષનું સ્વરૂપ ચિંતન્ય છે, તે અકર્તા નિર્ગુણ અને ભક્તા છે, તેમાં પરસ્પર વિરોધી તત્વ વિગેરે ગુણેની પ્રકૃતિ તથા આત્માઓના નિયામક ગુણી વિના એકત્ર રહેવાનું બનતું નથી, જેમ કૃષ્ણ (કાળો) અને ધોળો.