________________
બાસું શ્રી સમવસરણ અધ્યયન.
[ ર૪
જેમ એકત્ર ન રહે, તેમજ મહત વિગેરે વિકાર ઉત્પન્ન કરવામાં પ્રકૃતિની વિષમતા ઉત્પાદન કરવામાં કઈ પણ હેતુ નથી, કારણ કે તે વસ્તુ સિવાયની બીજી વસ્તુ અમે સ્વીકારતા નથી, અને આત્મા અકર્તા હોવાથી તે કશું પણ કરી શકતે નથી, જે સ્વભાવનું વૈષમ્ય (વૈધમ્ય) સ્વીકારીએ તે નિહેતુની આપત્તિ આવે, અથવા નિત્ય સત્વ થાય અથવા અસત્ય થાય, તેજ કહ્યું છે કે-સત્વ નિત્ય થાય અથવા અસત્વ થાય, જે બીજા હેતુઓને શોધવા જઈએ તે, કારણ કે ભાવે (પદાર્થો) અપેક્ષાથી કદાચિત્ (કેક વખત)પણને સંભવ થાય છે, વળી સાંખ્ય મતવાળા કહે છે કે અમે સંવેદન (જ્ઞાન)થી મહતુ અહંકાર બંનેને અભિન્ન માનીએ છીએ, બુદ્ધિ અધ્યવસાય, અને અહંકાર હું સુખી હું દુઃખી આ આત્માને પ્રત્યય (વિચાર ખાત્રી) સુખ કે દુ:ખપણું જ્ઞાનરૂપે હોવાથી આત્માના ગુણપણે છે, પણ જડરૂપ પ્રકૃતિના સુખી દુ:ખી એવા વિકારો નથી, વળી જે આ તન્માત્રથી ભૂતની ઉત્પત્તિ ઈચ્છીએ છીએ, જેમકે ગંધ તન્માત્રથી પૃથ્વી, રસ તમાત્રથી પાણી, રૂપ તન્માત્રથી તેજ (અગ્નિ) સ્પર્શ તન્માત્રથી વાયુ, શબ્દ તન્માત્રથી આકાશ છે, આ બધી સાંખ્ય બાબતે માટે જેનાચાર્ય કહે છે કે આ યુતિ સમર્થ નથી, કારણ કે જે બાહ્ય ભૂતના આશ્રયથી એ કહેતા હોય તે તે અયુકત છે, કારણ કે તેઓનું સર્વદા હેવાપણું છે, કારણ કે એવું કોઈપણ દિવસ નહતું કે
૧૬