________________
(૧૧
છે,
૨૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. સંસારમાંથી તે તારવા સમર્થ છે, તેથી યથાતથ્ય છે, પણ તે અર્થ ન કરે, ન તે પ્રમાણે વર્તે તે સંસાર ભ્રમણ થતાં નિંદનીક થાય, અને યથાતથ્થ ન થાય, ગાથા ૧૨૪નું આ તાત્પર્ય છે, आयरिय परंपरएण, आगयं जो उ छेयबुद्धीए कोवेइ छेयवाई जमालिनासं स णासिहिति ॥१२५॥
એજ વાત દષ્ટાંત સાથે સુધર્મા સ્વામી ગણધર તથા શિષ્ય જંબૂ તથા પ્રભવાસ્વામી આર્ય રક્ષિત વિગેરેથી પ્રણાલિકા વડે પરંપરાએ ટીકા થઈ ત્યાં સુધી આવ્યું, તે પ્રમાણે વ્યાખ્યા કરી એમ સૂત્રને અભિપ્રાય છે, તે આ પ્રમાણે-વ્યવહારનય પ્રમાણે કરવા માંડયું તે કર્યું કહેવાય છે પણ જે પિતાને કુતર્કના અહંકારે ચડીને મિથ્યાત્વથી બુદ્ધિ વિપરીત થતાં પોતે નિપુણ બુદ્ધિ વડે હું સૂક્ષ્મ બુદ્ધિ વાળો છું એવું બતાવવા પૂર્વાચાર્યના અર્થને લેપે છે, તથા તેમને ખોટા ઠરાવે છે, જે જિનેશ્વરે કહેલું છે તેને દૂષણ આપે છે, અને એવું કહે છે કે કર્યા પછી કર્યું કહેવાય અને [નોનું સ્વરૂપ ન જાણનારા ભેળા મનુષ્યોને કહે છે કે માટીને પિંડ હાથમાં લીધાથી ઘડે બની ગયે એમ ન કહેવાય, કારણ જે કામ ઘડે કરે, તે કામ કંઈ આ માટીને સુંદો કરી શકે નહિ, એવા દોઢડાહ્યા “હું પંડિત છું” એમ માનનારા પંડિતમાની જમાલીનિન્ડવ માફક સર્વજ્ઞના મતને