________________
૨૦૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. કે અજાણુથી છીંક ન માનનારો કાર્ય કરીને આવે તે ત્યાં એમ સમજવું કે રસ્તામાં બીજા શુભ શુક્ત મળ્યા હોય તે કાર્ય સિદ્ધ થાય, તેજ પ્રમાણે શુભ શુકન જોઈને જતાં પણ પછી નબળું નિમિત્ત (અપશુકન) થાય તે કાર્યને વિઘાત થાય, તે પ્રમાણે બૈદ્ધ શાસ્ત્રની વાત છે. એક વખત ગૌતમ બુધે પિતાના શિષ્યોને કહ્યું કે અહીં બાર વરસને દુકાળ પડશે, માટે પરદેશમાં તમે ચાલ્યા જાઓ, તે પ્રમાણે શિષ્ય ચાલી નીકળ્યા, પછી તરત ગૌતમ બુધે પાછા બેલાવ્યા અને કહ્યું કે તમે પરદેશ ન જાઓ કારણ કે અહીં હમણાંજ પુણ્યવાન મહાસત્વ (બાળક) જનમ્યા તેના પ્રભાવથી સુકાળ થશે, આથી એમ જાણવું કે પ્રથમ નિમિત્તમાં બીજું મળતાં પ્રથમના ફળમાં શંકા પડે છે, તેથી બંને નિમિત્તનું ધ્યાન રાખવું, પણ તેથી જ્યોતિષ છેટું નથી, ते एवमक्खंति समिञ्च लोगं |
तहा तहा समणा माहणा य। सयं कडं गन्नकडं च दुक्खं
आहेसु विजाचरणं पमोक्खं ॥११॥ સૂત્ર–ગાથા ૧૧નો અર્થ-તે ઉત્તમ સાધુઓ શ્રાવકે આલેક સ્વરૂપને જાણીને આવું કહે છે કે પોતાના કરેલાં કર્મો