________________
૨૧]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ' સૂ. અર્થ—અશુભ કાર્ય કરવાથી મૂર્ખ માણસો પાપ ક્ષય કરી શકતા નથી, પણ અશુભ કર્મ ત્યાગ કરવાથી ધીર પુરૂષ પાપ ખપાવે છે, વળી બુદ્ધિમાન પુરૂષો લેભથી દૂર રહે છે, અને સંતોષી થઈ પાપ કરતા નથી. 1 ટકાને અર્થ–વળી જૈનાચાર્ય કહે છે કે તે વાદીઓ અસત્ સમવસરણ (કદાઝ)ને આશ્રિત મિથ્યાત્વ વિગેરે દોથી હારેલા સાવદ્ય નિરવદ્ય ભેદને ન જાણનારા છતાં કર્મક્ષય કરવા ઉભા થયેલા અવિવેકપણાથી સાવધ કર્મ જ કરે છે, તે સાવધ કર્મથી પિતાનાં પાપ ક્ષય કરતા નથી, અજ્ઞાનપણાથી તેઓ બાળક જેવા છે. હવે કર્મ કેમ ખપે તે કહે છે. અકર્મ તે આશ્રવનિધિ વડે સંપૂર્ણ નિર્મળ અવસ્થા શૈલેશી કરણમાં જરાએ જરા કર્મ અપાવે છે, તે વિર પુરૂષે મહા સત્વવાળા ઉત્તમ વૈદ્યો જેમ રેગ મટાડે છે તેમ આ કર્મને હણે છે, મેધા-બુદ્ધિ-તે નિર્મળ બુદ્ધિવાળા મેધાવી હિત આહતને જાણનારા અને તે પ્રમાણે હિત લેઈ અહિત છોડી ભમય-પરિગ્રહનેજ છોડનારા અર્થાત્ વીતરાગ દશા પામેલા સંતેષીઓ જેમ તેમ નિભાવી ચારિત્ર પાળે તે અવતરાગ હોય છતાં પણ કમ ખપાવનારા છે. અથવા જેઓ લેભ છોડે છે તે જ સંતોષીઓ હોય તે એવા ઉત્તમ સાધુ ભગવંતે અસદુ અનુષ્ઠાનથી થનારા અકૃત્ય -પાપ રૂપ કર્મને ગ્રહણ ન કરે, કઈ પ્રતિમાં એવો