________________
૨૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે શબ્દ પુદ્ગલ છે, તેથી અજીવપણે કહી દે પદાર્થ ન ગણે, જો તમે આ જ્ઞાન તરીકે લે તે જીવગુણમાં સમાઈ જાય, (જુદો પદાર્થ ન લે) જે જ્ઞાનના જુદા જુદા ભેદોને પદાર્થપણું માનીએ તે પદાર્થોની સંખ્યામાં ઘણાપણું આવશે (હદ ઉલંઘી જશેકારણ કે જ્ઞાનના ભેદને પાર નથી, સંશયથી પછી ભવિતવ્યતા પ્રત્યયરૂપ સાચા પદાર્થનું વિચારવું, તે તર્ક છે, જેમકે આ દેખાય છે તે ઝાડનું ઠુંઠું કે માણસ હોવું જોઈએ, આ તર્ક વિચારણા) થાય તે પણ જ્ઞાન ભાગ છે, હવે આ જ્ઞાનને જ્ઞાનીથી ભિન્ન પદાર્થ માન, એ વિદ્વાને સ્વીકારતા નથી, સંશય અને તકે પછી પ્રત્યય નિર્ણય (ખાત્રી) થાય છે, આ નિર્ણય. પણ જુદા પદાર્થ તરીકે જ્ઞાનનો અંશ હોવાથી ન માન, વળી આ નિશ્ચયપણે હોવાથી પ્રત્યક્ષ વિગેરે પ્રમાણમાં સમાઈ જાય છે તેથી જુદો પદાર્થ ન માને તે ન્યાય છે, - ત્રણ કથા–૧ વાદ, ૨ જલ્પ ૩ વિતંડા પ્રથમવાદનું લક્ષણ બતાવે છે. પ્રમાણ તર્ક સાધનથી ઉપાલંભ ( ) સિદ્ધાંતથી મળતું પાંચ અવયવથી ઉત્પન્ન પક્ષ પ્રતિપક્ષનું પરસ્પર સાંભળવું તે વાદ છે, તે તત્વજ્ઞાન માટે શિષ્ય તથા આચાર્યને હોય છે, તેજ વાદ જીતવાની ઈચ્છાથી આવેલા સાથે છળ જાતિ નિગ્રહસ્થાનના સાધનથી કરાય તે જલ્પ, અને તે જહાજ પ્રતિપક્ષ સ્થાપ્યા વિના (પરમાર્થ વિના). માથાકુટ કરે તે વિતંડા છે, આ ત્રણ ભેદો માટે જેનાચાર્ય