________________
૨૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વસ્તુ દેખીને પૂર્વનું અનુમાન થાય જેમકે શીખંડ દેખીને દહીંનું) અનુમાન થાય, સામાન્યથી જોયેલું તે એક આંખાને મહેાર આવેલાં જોઇને અનુમાન થાય કે જગતમાં વસંત ઋતુ આવી અને આંબા ફળ્યા અથવા દેવદત્તને ચાલતા જોઇને એક સ્થાનથી બીજે સ્થાને પહોંચતાં દેખીને સૂર્યને પૂર્વમાથી પશ્ચિમમાં જતાં જોઈને અનુમાન કરાય કે સૂર્ય પણ ચાલે છે, તેમાં પણ તે સિવાય બીજી રીતે ન બને, તે ગમિકા ( ) વિના કારણનું કાર્ય પ્રત્યે વ્યભિચાર (શક્તિ) થાય, જેમાં ગમિકા હોય ત્યાં કાર્ય કારણ વિગેરે સિવાય પણુ ગમ્ય ગમક ભાવ જોયા છે, જેમકે શકટ (મૃગસર) નક્ષત્રના ઉદયનું ભવિષ્ય કૃતિકા નક્ષત્ર ઉગેલું દેખીને કાઇ પણ કહી શકે, તે કહે છે. જ્યાં બીજી રીતે જે ઉત્પન્ન ન થાય ત્યાં કાર્ય કારણુ કર્તા એ ત્રણે પૂછવાની શી જરૂર છે? અથવા ૰યાં બીજી રીતે ઉત્પન્ન ન થાય, એવું નથી, અર્થાત બીજી રીતે થાય તેા પછી કાર્ય કારણુ કર્તાની શી જરૂર છે? હવે ફરી જૈનાચાર્ય કહે છે, કે તમારૂં માનેલું પ્રત્યક્ષ અપ્રમાણુ છે, તે અનુમાન . પણ તેના આધારે હાવાથી પ્રમાણ છે, જેમ ગાયને ગવય, વળી જ્યાં સંજ્ઞા અને સન્નીના સબંધના સ્વીકારાય થાય ત્યાં ઉપમાન થાય (ઉપમા ઉપમાન એક જ છે) અહીં ઉપમાનમાં પણ તે સિવાય બીજી રીતે ન થાય, એવી સિદ્ધિમાં અનુમાનના લક્ષણપણાથી તેમાં સમાઈ જવાથી ઉપમાન