________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૧ પોતે ભગવે છે, પણ બીજાના નહિ તેટલા માટે ઉત્તમ જ્ઞાન મેળો અને ચારિત્ર પાળો કે મોક્ષ મળે. ' ટીકા –એકલી ક્રિયા માન પરનાં દૂષણે બતાવે છે, તેઓ જ્ઞાન વિના ફક્ત એકલી કિયાથી એટલે દીક્ષા લઈને કિયા કરવી પણ જ્ઞાનની જરૂર નથી, તેઓ એમ કહે છે કે માતા છે પિતા છેસારા કર્મનું ફળ છે, તે એવું શા માટે કહે છે.
ઉ. ક્રિયાથી બધું સિદ્ધ થાય છે, પિતાના અભિપ્રાય પ્રમાણે સ્થાવર જંગમ લોકને જાણને બેલે છે કે અમે બરોબર વસ્તુ તત્વને જાણનારા છીએ, આવું જાણીને માને છે કે સર્વ છે, પણ નથી એવું કઈ નથી,
પ્ર. આવું કેમ બોલે છે,
ઉ. તે તે પ્રકારે કહે છે, જેવી જેવી ક્રિયા કરે છે, તેવા તેવાં સ્વર્ગ નર્કનાં ફળ મળે છે, આવું માનનારા બૌદ્ધ સાધુઓ કે અન્ય દર્શનીઓ અથવા બ્રાહ્મણે છે તેઓ એકલી કિયાથી જ મેક્ષ માને છે, વળી સંસારમાં જે કંઈ દુઃખ સુખ તે બધું પિતાના આત્માનું જ કરેલું છે, પણ બીજા ઈશ્વરે કે કાળે કર્યું નથી, આવું તત્વ અકિયા વાદમાં ન ઘટે, અક્રિયાવાદમાં આત્માએ ન કર્યા છતાં સુખ દુઃખ ભોગવવાનો સંભવ થાય છે,
એથી એમ થશે કે કરેલી મહેનતનો નાશ, અને ન કરેલાનું ફળ ભોગવવું પડે. આ પ્રમાણે કિયાવાદીએ.