________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૯
ભાવનાથી પિતાના નિબંધનથી વ્યવહારની અસિદ્ધિ થશે, તેથી સર્વ સંસારી વ્યવહારને ઉછેર થશે, (આમાં નાસ્તિકનું ખંડન એવી રીતે કર્યું કે તમારા માનેલાં ભૂત યુક્તિથી સિદ્ધ થાય છે કે નહિ, જે હા કહે તે યુક્તિયુક્ત એટલે આત્માના જ્ઞાનથી સિદ્ધ કર્યા તેથી આત્મા પૃથકક સિદ્ધ થયે; અને જે ના કહે તે ભૂત નથી, તે પિતાની મેળે પિતાનું ખંડન થયું, ના કહે તે ના કહેનાર સિદ્ધ થાય તો પણ આત્મા સિદ્ધ થાય, એમ પ્રત્યક્ષ આત્મા સિદ્ધ કર્યો, અને અનુમાનથી તે વ્યવહારથી પણ સિદ્ધ થાય આ એને બાપ તે દીકરા પહેલાં બાપ હતું અને આ એને દીકરે એટલે બાપ પછી દીકરો થયે. દાદે બાપ દીકરો. બાપ વર્તમાનમાં દાદો ભૂતકાળમાં દીકરે ભવિષ્ય કાળમાં એમ ત્રણેને સંબંધ જાણનારે આત્મા છે, તે વ્યવહાર નાસ્તકને ને હાય, અને હોય તે આત્મા સિદ્ધ થયે કહેવાય) હવે બદ્ધોનું ખંડન કરે છે.
બૈદ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાથી વસ્તુના અભાવ. લાગુ પડે છે, જેનાચાર્ય બતાવે છે, જે અર્થ કિયા કરનાર તેજ પરમાર્થથી સત્ (સાચે પદાર્થ) છે, તેમને માનેલ. ક્ષણ કમ વડે અર્થ ક્રિયાને કરતું નથી, ઐાદ્ધ કહે કે કરે, છે, તે બીજા ક્ષણમાં તે સિદ્ધ થવાથી ક્ષણિકત્વની હાનિ થઈ જાય છે, તેમ બંને સાથે કરે છે, તેવું બને નહિ, એકજ ક્ષણમાં ભવિષ્યમાં થવાનું સાથે થાય, તે કેઈએ થયેલું દીઠું