________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન,
[૧૩૯ માંસ ખાવાનું છોડી કલ્કિક નામ માંસને આપીને તેઓ ખાય છે, વળી આરંભ છેને સંઘના નામે રંધાવીને પિતે ખાય છે, તેથી તેઓ બાળ (બાળક જેવા) છે. આમ નામ બદલવાથી નિર્દોષતા ન થાય, જેમકે ભૂતાદિક (ઉનાળાના સખ્ત તાપ વિગેરે) ને શીતલિકા (ઠંડક) વિગેરે નામ આપવાથી તેને ગુણ કંઈ બદલાઈ જતું નથી, અથવા ઝેરને કેઈ અમૃત નામ આપીને વાપરે તે તે બચતે નથી, એ પ્રમાણે બીજા કપિલમત વિગેરેને આવિર્ભાવ (પ્રકટ) તિભાવ (ગુપ્ત) કહેતા જેનોએ કહેલ વિનાશ અને ઉત્પાદનાં નામ બદલવાથી પિતાનું અજ્ઞાન બતાવ્યું, (કપિલ મતવાળી વસ્તુને નિત્ય માને પણ બરફનું પાણી થાય ત્યારે કહે કે તે પાણી પ્રકટ થયું અને બરફ ગુપ્ત થયે. એટલે જનનું કહેલું તત્વ સ્વીકાર્યા છતાં એક વસ્તુમાં મૂળ રૂપને નાશ, નવાની ઉત્પત્તિ, અને મૂળ વસ્તુતા (ધર્મ) કાયમ રહી. એટલે નિત્ય અનિત્ય ધર્મવાળો સ્યાદ્વાદ મત સ્વીકાર્યો છતાં જૈન મતનું તત્વ ન માને તે મૂર્ખાઈ છે, તેથી તે વરાકે (ધર્મતત્વના અજાણ) ધ વિગેરે સુંદર ભેજન બનાવી ખાનારા પરિગ્રહ રાખવા વડે આર્તધ્યાનમાં પીડાતા મેલમાર્ગ નામની ભાવ સમાધિથી દૂર રહે છે. जहा ढंका य कंका य, कुलला मग्गुकासिही। मच्छेसणं झियायंति, झाणते कलुसाधमं ॥२७॥