________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
- વળી સાધુને માટે બનાવેલ આધાકમી આહાર ઉપકરણ વિગેરેને જે નિકામ-ઘણા ચાહથી વછે, તે નિકામ મીણ તથા નિકામ ઘણું ચાહથી આધા કર્મો વિગેરે વસ્તુ લે અથવા તેને માટે નિમંત્રણ વાંછે, કે નિમંત્રણથી જ જાય, તે તે બનીને પાસë બેદી કે કુશીલી હોય તેના જેવા પતિત ભાવને સંયમ ઉદ્યોગમાં પોતે વાંછે અર્થાત્ તે ઢીલ બની ચારિત્રથી ભ્રષ્ટ થાય અને છેવટે સંયમની ક્રિયાથી ખેદી બનીને સંસાર કાદવ (ગૃહસ્થપણ) માં પાછા ખેંચે છે. તથા જુવાન રૂપાળી સ્ત્રીઓમાં તે આસક્ત બનીને તેમના કેમળ ગાયને હાસ્ય કીડા કે મુખ સ્તન વિગેરે ભાગમાં રાગી થઈને અજ્ઞાની-વિવેક રહિત બાળક માફક તે સ્ત્રીઓનું મન મનાવવા દ્રવ્ય વિના તેની કાર્યસિદ્ધિ ન થાય માટે જેવા તેવા કઈ પણ વ્યાપાર વડે તે દ્રવ્ય સંગ્રહ કરવા પરિગ્રહ (સંચય) કરતે પાપ કર્મોને બાંધે છે – वेराणुगिद्धे निचयं करेति, इओ चुते सइहमदृदुग्गं। तम्हाउ मेधावि समिक्ख धम्मं चरे मुणी सव्व उ
વિ, Ia. પારગ્રહ એકઠો કરતાં જેવા તેવા કર્મ વડે પરને તાપ ઉપજાવવાથી વેર બાંધે છે, તે વેર સેંકડો જન્મ સુધી સાથે જાય છે, તે વેરમાં વૃદ્ધ (આસક્ત) અથવા ગ્રામજનો પાઠ