________________
૧૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. पंथो मग्गो णाओ विही धिती मुगतीहियं (तह) सुहं च । पत्थं सेयं णिव्वुइ णिव्वाणं सिक्करं चेव ।। ११५ ॥
હવે સારા માર્ગના એક અર્થવાળા શબ્દ બતાવે છેએક્ષ દેશ (મુક્તિ સ્થાન) માં પહોંચાડે માટે તેને પંથ કહે, છે, તે અહીં ભાવમાર્ગમાં સમ્યકત્વ પ્રપ્તિ રૂપ જાણ તથા માર્ગ–પ્રથમ જે રહેતે હવે તેનાથી વધારે નિર્મળ આત્મા થાય તે આ માર્ગ છે, તે સાચા માર્ગનું જ્ઞાન થાય તે જાણ, તથા ન્યાય-નિશ્ચયથી લઈ જવું એટલે સિદ્ધિ સ્થાનમાં લઈ જાય છે, તે અહીં નિર્મળ ચારિત્રાનું પાળવું જાણવું સાચા પુરૂને આ ન્યાય છે કે સમ્યગ દર્શન જ્ઞાન પ્રાપ્ત થાય તે, આ ન્યાય છે, કે તેમણે ચારિત્ર લેવું.
અહીં ન્યાયને ચારિત્ર કહ્યું છે, (૪) વિધિ-ક્રિયા કરવી, અર્થાત્ સમ્યગ જ્ઞાનદર્શનની સાથે પ્રાપ્તિ, (૫) ધતિ-ધર્યસમ્યગ દર્શન પ્રાપ્ત થતાં ચારિત્ર પ્રાપ્તિ થઈ પણ ભાષ. તુષ મુનિ માફક વિશિષ્ટ જ્ઞાન ન થવાથી વૈર્ય રાખ્યું તે અંતે કેવળજ્ઞાન થયું સંભળાય છે.) (૬) સુગતિ શોભન (સારી) ગતિ-એટલે આ જ્ઞાન તથા ચારિત્રથી મેક્ષ મળે છે. જ્ઞાનક્રિયા વડે મેક્ષ એ સૂત્ર છે. અહીં સુગતિમાં જ્ઞાન તથા ચારિત્ર લીધાં, દર્શન તે જ્ઞાનની અંદર સમાયેલું જાણવું, () હિત-પચ્યાથી વિચારતાં જેનાથી મોક્ષ મળે તેજ હિત છે, તેમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે સાજવાં.