________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[૪૩ સારી પણ સામગ્રી હાથમાં આવી જાય, તેય એને હાથમાંથી સરી જતાં વાર કેટલી ?
જેને સંબંધની કિંમત નથી હોતી, તે વ્યવહારમાં કેમ વર્તે છે? સંબંધ ટકો તે ટક, બાકી છોડતાંય વાર નહિ અને જોડતાંય વાર નહિ. તેમ, આ દેવ-ગુરુ-ધર્મને સંબંધ, આપણે કેવક જાળવીએ. છીએ ? આ સંબંધ કેટલે કિંમતી છે–તેનું જ્ઞાન નથી, એટલે, હવે કદી પણ આ સંબંધ છૂટે નહિ એવું કરવાની ઇચ્છા પણ નથી, એમ કહું તે ચાલે ને ? તમને આ દેવ-ગુરુ-ધર્મ સાથે સંબંધ છેડતાં કેટલીક વાર લાગે ? તમારા આ દેવ–ગુર–ધર્મ સાથેના સંબંધને કેઈ તેડાવવા માગે, તે તે સહેલાઈથી તેડાવી શકે ? કે, એને એની ધારણામાં નિરાશ થવું પડે ? ભવાંતરમાંય, આ દેવ–ગુરુ–ધર્મ સાથે સંબંધ બન્યા રહે, એવી ઈચ્છા હોય તે બેલે ! બરચું પતાસામાં હીરો આપી દે–એ બને, કેમ કે–એને પતાસું મોટું ને મીઠું લાગે તેમ, તમે સંસારના સુખના લોભમાં, આ દેવ-ગુરુ–ધર્મની ઉપાસનાને. વટાવી દો ખરા કે નહિ ?
સમજાશે તેમ માનીશ અને શક્તિ હશે તે લઈશ :
ભગવાનના શાસનના તત્ત્વજ્ઞાનના વિષયમાં તમે અજ્ઞાન છે, એટલે ઉન્માર્ગે ઘસડાઈ જતાં પણ વાર લાગે નહિ ને? તમે જ પૂજા, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, ગુરભક્તિ આદિ કરે છે, છતાં કદી એમ ન થયું કે–તત્ત્વજ્ઞાન વિના ચાલશે કેમ? “સંસારના સુખના રસમાં લીન રહીએ તે પણ આ ક્રિયા મુક્તિ આપશે. એવું માની લીધું છે? તમે જ્ઞાનની બાબતમાં આટલા બધા બેદરકાર કેમ ન છે, એ તે સમજાવે ! શું એકલી કિયાથી મુક્તિ થાય છે, એમમાન્યું છે? શા કહે છે કે-“જ્ઞાનયાખ્યાં મુવિતા” ત્યારે એ શું ખોટું છે ? તમે નથી સમજ્યા, પણ સમજવાને માટેની કોશિશ કરવી. જોઈએ, એમ પણ તમે માને છે કે નહિ? કઈ સમજાવે ત્યારે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org