________________
૧૦૬ ]
સમ્યગુદન-૧ ઠરાવેએ વચલો રસ્તો કાઢવાનું મન થાય, તે એમાં શાસ્ત્ર પ્રત્યે કેવી બુદ્ધિ છે એ પણ એક વિચારવા જેવી વાત છે.
સશયિક મિથ્યાત્વ
ચોથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમેએ વર્ણન વેલા તના સ્વરૂપ સંબંધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારને, કે જે સંશયન ગે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનની પ્રમાણિકતા સંબંધી સંશય પેદા થઈ જાય, એને સશયિક મિથ્યાત્વ કહેવાય છે.
જેમ કે-“સઘળાંય દર્શને પ્રમાણ રૂપ છે કે અમુક અમુક દર્શને પ્રમાણ રૂપ છે?—એ પ્રકારને સંશય; અથવા તે, “ભગવાનનું આ વચન પ્રમાણ રૂપ છે કે નહિ? એ પ્રકારનો સંશય, એ સાંસચિક મિથ્યાત્વ છે. આમ તે, સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ કઈ કઈ વાર, ભગવાન શ્રી જિનેશ્વરાએ ફરમાવેલા સૂક્ષમ અર્થોના વિષયમાં સંશય પેદા થઈ જાય, તે તે અશક્ય નથી; અને એટલા માત્રથી જ સમ્યફવ ચાલ્યું જાય છે–એમ પણ નથી. જ્ઞાનાવરણીય કર્મને તેવા પ્રકારને ક્ષયપશમ ન હોય, એટલે સૂક્ષમાર્થ સમજાય નહિ અગર તે કેટલીક વાતે એવી જ છે, કે જે ભગવાન. શ્રી જિનેશ્વરદે પ્રત્યેની શ્રદ્ધા દ્વારા એ જ માનવી પડે, એટલે કઈ વાર સમ્યગ્દષ્ટિ જીવને પણ સંશય પેદા થઈ જાય, તે એમાં નવાઈ પામવા જેવું નથી; પરન્તુ એટલો સંશયેય સમ્યગ્દષ્ટિ આત્માએમાં પેદા થવા પામે, તે એનું કારણ શું હોઈ શકે? એનું કારણ એ છે કે-જ્યાં સુધી જીવ મિથ્યાત્વમેહનીયની સાતેય પ્રકૃતિઓને સર્વથા ક્ષીણ કરી નાખતું નથી, ત્યાં સુધી જીવને ક્ષાયિક સમ્યદર્શન પ્રગટતું નથી; જે જીવમાં સમ્યકત્વ પ્રગટયું હોય છે, પણ તે જે ક્ષાયિક પ્રકારનું હેતું નથી, તે તે જીવને મિથ્યાત્વમેહ___ * भगवद्वचनप्रामाण्यसंशय प्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकम् ।
-—ધર્મપરીક્ષા ક ૮ની ટીકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org